સુરતમાં ડુપ્લીકેટ મસાલાનું કૌભાંડ ઝડપાયું છે. ઝોન 2 પોલીસે દરોડા પાડી જથ્થો ઝડપ્યો છે. પ્રખ્યાત કંપનીના નામે વેચાણ કરતા હતા. પોલીસે દરોડા પાડી 4 આરોપીને ઝડપી લીધા છે. પોલીસે કુલ રૂ.24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શહેરમાં ડુપ્લીકેટ મસાલા કૌભાંડના આ બનાવમાં પોલીસે મસાલા પેકિંગ કરનાર 4 વર્કર અને એક મલિક સહિત કુલ પાંચ લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં પોલીસે વિનોદ રાજેન્દ્ર દાસ, કેલુ મુર્મ ,વિનોદ પુના દાસ, સુરેન્દ્રકુમાર દાસ અને મલિક સુનિલ સોનીને પોલીસે ઝડપી પાડ્યા છે. પકડાયેલા ચારે પેકિંગ કરનાર વર્કરો છેલ્લા 1 મહિનાથી કામ કરતા હતા. તથા મુખ્ય બે આરોપી સુનિલ સોની અને અનિલ ગોહેલ છે. ડુપ્લીકેટ મસાલા કૌભાંડમાં કારખાનાના માલિક અનિલ ગોહેલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. છેલ્લા છ મહિનાથી આ કારખાનું ચાલતું હતું. હાલ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કુલ રૂ.24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



