પત્નીએ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી
કાપોદ્રા વિસ્તારમાં થોડાક સમય પહેલાં જ સગીરની હત્યાના વિવાદમાં પાસામાં ધરપકડ કરાયેલા કુખ્યાત બુટલેગરે હેવાનિતયની હદ વટાવી હતી. પત્નીનું જ અપહરણ કરી એક રૂમમાં ગોંધી રાખી સાગરીત સાથે મળી ગેંગરેપ કર્યા બાદ તેને નળિયા વડે જીવલેણ ઇજા પહોંચાડી તાપીમાં ફેંકી હત્યા કરી દેવાના ઈરાદે તેને દોરી વડે બાંધી નદી કિનારે પણ લઈ ગયો હોવાની વાતે આ વિસ્તારમાં આતંક મચી ગયો હતો. કાપોદ્રા પોલીસ પાસે ગત મોડી રાત્રે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે આ મહિલા દોડતી પોલીસ મથકે પહોંચી હતી.
પત્નીના આડાસંબંધ હોવાની શંકામાં શેતાન બન્યો
કાપોદ્રામાં થોડાક મહિના પહેલાં સગીર યુવકની હત્યા થઇ હતી. આ સગીરની હત્યામાં ઝડપાયેલો શખ્સ તેના સંબંધી બુટલેગરને ત્યાં કામ કરતો હોવાનું અને નશો કર્યા બાદ ઘાતકી કૃત્ય કર્યાનું બહાર આવતાં પોલીસે બુટલેગરની પણ પાસામાં અટકાયત કરી હતી. આ બુટલેગર પાસા હેઠળ જેલમાં હતો તે વખતે તેની પત્ની બહાર બીજા યુવક સાથે રંગરેલીયા મનાવતી હોવાની શંકા હોવાથી જેલમાંથી મુક્ત થઇ બહાર આવ્યા બાદ તેની મારઝુડ શરૂ કરી હતી.
પત્નીને પકડી રાખી મિત્ર પાસે પણ બદકામ કરાવ્યું
24 જુલાઈએ રાત્રે માર માર્યા બાદ બીજા દિવસે સવારે મિત્ર પ્રિન્સ ઉર્ફે મહેશ સાથે આવ્યો હતો. અપહરણ કરીને સોસાયટીમાં જ આવેલા એક રૂમમ લઇ જઇ પહેલાં પતિએ બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં પોતે જ પત્નીના હાથ પકડી રાખ્યા હતા અને સાથે આવેલા મિત્ર પાસે બદકામ કરાવ્યું હતું. બળાત્કાર બાદ નળિયા વડે આખા શરીરે માર મારી રૂમમાં પૂરી જતો રહ્યો હતો. સાંજે પાંચ વાગ્યે પરત આવી બીજા બે મિત્રોની મદદથી હાથપગ બાંધીને તાપી નદીના કિનારે લઇ ગયો હતો.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



