શહેર ફરી એકવાર દહેશતની છાયામાં આવી ગયું છે. શહેરના લીંબાયત વિસ્તારમાં એક કાપડ દલાલની ત્રણ શખ્સોએ ક્રૂર રીતે ચપ્પુથી હત્યા કરી નાખતા લોકોમાં ભય અને રોષનો માહોલ છવાઈ ગયો છે. મૃતક આલોક ઝંડારામ અગ્રવાલ (ઉં.વ. 45) પર 80 સેકન્ડની અંદર 60થી વધુ ઘા ઝીંકી તેને હત્યાનો ભોગ બનાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા છે. આ મૃતક કાપડ દલાલ હોવાનું સામે આવ્યું છે. તીક્ષ્ણ હથિયારો વડે કરાયેલી હત્યાની ઘટનાએ શહેરના કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ઘટના રવિવારે વહેલી સવારે લગભગ પોણા ત્રણ વાગ્યે લીંબાયતના ડુંભાલ વિસ્તારમાં બની હતી. કાપડ દલાલ આલોક અગ્રવાલ ઉભા હતા. ત્યારે અચાનક ત્રણ શખ્સો ત્યાં આવ્યા. એક શખ્સ જેણે લીલા ટી-શર્ટ પહેર્યું હતું તેણે પાછળથી હુમલો શરૂ કર્યો અને જમણા હાથની આંગળીઓ સહિત 40થી વધુ ઘા ઝીંક્યા. બાદમાં અન્ય બે શખ્સોએ પણ 20થી વધુ ઘા ઝીંકી આલોકને નિષ્ઠુરતાથી માર્યો.
હત્યા બાદ જ્યારે શખ્સો જાહેરમાં ચપ્પુ હવામાં ઉછાળતા જતા CCTV ફૂટેજમાં સ્પષ્ટ રીતે દેખાય છે. જે જોઈને લાગી રહ્યુ છે કે, તેઓએ કોઈ ભય વિના સ્થળ છોડ્યું, જાણે કે તેમણે કોઈ વિજય પ્રાપ્ત કર્યો હોય. આ દ્રશ્યોને લઈ સ્થાનિકોમાં ભારે રોષ છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



