નવસારી મનપા કચેરીએ સુવિધાઓના અભાવને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. તીઘરા નવી વસાહતના લોકોને કચેરીએ લોકોએ વિરોધ કર્યો હતો. લોકો દ્વારા રસ્તા,પાણી, ડ્રેનેજની સમસ્યાને લઈને હોબાળો કર્યો હતો. વસાહના લોકોની તાત્કાલિક કામગીરી કરવા માગ કરવામાં આવી છે. અધિકારીએ કામગીરી ચાલુ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું છે.
નવસારી મનપા કચેરીમાં મહિલાઓએ મોરચો માડ્યો છે. શહેરના તીઘરા નવી વસાહત વિસ્તાર ના લોકોએ મનપા કચેરીએ હોબાળો કરી વિરોધ કર્યો હતો. રસ્તા,પાણી,અને ડ્રેનેજની સમસ્યાને લઈ લોકોનો મનપા કચેરીએ જઈ વિરોધ કરી રજૂઆત કરી હતી. વારંવાર રજૂઆત છતાં સમસ્યા નું નિરાકરણ ન આવતા લોકો અકળાયા છે.નવસારી મનપા કચેરીમાં સુવિધાના અભાવે મહિલાઓ એકઠી થઈ હતી. કચેરી જઈ વિરોધ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી લોકોને રસ્તા,પાણી,અને ડ્રેનેજની સમસ્યાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. તીઘરા નવી વસાહતના લોકોએ તાત્કાલિક કામગીરી કરવા માગ કરી છે. નવસારી મનપાના અધિકારીએ કામગીરી ચાલુ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું કરી રહ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetwrokNews)



