
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) એમ.જી. લીંબોલાને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. આરોપ મુજબ PSI લીંબોલાએ આરોપીઓને શારીરિક હેરાનગતિ ન કરવા અને ઝડપથી જામીન પર મુક્ત કરવા માટે ફરિયાદી પાસેથી ₹40,000ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદીના માસીના દીકરા અને તેના મિત્ર વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો, જેની તપાસ PSI એમ.જી. લીંબોલા કરી રહ્યા હતા. આ તપાસ દરમિયાન, PSIએ ફરિયાદી પાસે આરોપીઓને શારીરિક માર ન પાડવા અને જલદી જામીન પર મુક્ત કરવા માટે લાંચની માગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હતા અને તેમણે તાત્કાલિક ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ મળ્યા બાદ ACB દ્વારા સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈ ઝડપી પગલાં લીધા અને ટ્રેપ ગોઠવવાની યોજના બનાવી હતી.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



