ડાંગ જિલ્લામાં ફરી એકવાર પ્રવાસન સ્થળો પર આવેલા જળાશયોમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તાજેતરમાં રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં આવેલા જુદા જુદા જળાશયો (નદી, તળાવ, નહેર વગેરે)માં ન્હાવા પડેલા વ્યકિતઓના ડુબી જવાથી મોત થવાની ઘટનાઓ ધ્યાને આવી હોવાના કારણે સરકારના ગૃહ વિભાગે આ નિર્ણય લીધો છે.
ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ જ્યાં જ્યાં આવી ઘટનાઓ બનવાની શકયતાઓ હોય, તેવા સ્થળોએ કોઈ વ્યકિતઓ કે પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે જરૂરી પ્રતિબંધાત્મક હુકમ બહાર પાડવા જિલ્લા કચેરીને સૂચના આપવામાં આવી છે, જેને લઈને ડાંગ જિલ્લાના જોવાલાયક સ્થળો નદી, તળાવ, ધોધ, ચેકડેમ વગેરે સ્થળોએ કોઈ પણ વ્યકિતઓ કે પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 મુજબ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વી.કે.જોશીએ જાહેર કર્યુ છે.
તમને જણાવી દઈએ કે આગામી 9 ઓગસ્ટે ડાંગમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આદિવાસી સાંસ્કૃતિક ભવન ખાતે કાર્યક્રમ યોજાશે. રાજ્ય સરકારે ફરી પોતાનો નિર્ણય બદલ્યો છે. આદિજાતિ વિકાસ કમિશ્નરનો પરિપત્ર બદલી નાખ્યો છે. નવા પરિપત્ર મુજબ કોઈપણ જિલ્લામાં કાર્યક્રમ કરી શકાશે. અગાઉ ફક્ત ચાર જિલ્લામાં કાર્યક્રમની મંજૂરી મળી હતી.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



