સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુ-બાજુ વિસ્તારમાં BRTS અને સીટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહેલ છે. ભારતના સૌથી લાંબા ૧૦૮ કિમીના ડેડીટેડ BRTS કોરીડોર મારફત વિવિધ ૧૩ રૂટ પર ૩૬૭ BRTS બસ કાર્યરત છે તથા વિવિધ ૪૫ સીટી બસ રૂટ પર ૩૭૮ બસનું સંચાલન કરવામાં આવે છે અને હાલમાં કુલ-૪૫૨ કિમીના રૂટ ઉપર સીટી બસ સેવા કાર્યરત છે. દૈનિક ધોરણે આશરે ૨ લાખથી વધુ મુસાફરો ધ્વારા સદર સેવાનો લાભ લેવામાં આવી રહેલ છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધનનાં પવિત્ર તહેવાર નિમિત્તે બહેનો અને તેમના ૧૫ વર્ષ સુધીના બાળકોને BRTS બસો તેમજ સીટીબસમાં ફ્રી મુસાફરીની ભેટ આપવા માટે તા.૦૯/૦૮/૨૦૨૫ નાં રોજ રક્ષાબંધનનાં પવિત્ર તહેવાર નિમિત્તે સુરત સીટીલીંક લી. અંતર્ગત કાર્યરત BRTS બસો તેમજ સીટીબસોમાં તમામ બહેનો તેમજ તેમના ૧૫ વર્ષના બાળકોને ફ્રીમાં મુસાફરી કરવા બાબતની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આથી શહેરની તમામ બહેનોને જાહેર પરિવહન સેવાનો વધુને વધુ લાભ લેવા ભાબતે અનુરોધ કરવામાં આવે છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



