સુરત મહાનગરપાલિકાનાં આરોગ્યવિભાગ હસ્તકનાં વી.બી.ડી.સીવિભાગ દ્રારા મચ્છરો તેમજ મચ્છરજન્ય રોગોનાં નિયંત્રણ માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો શુભારંભકરવામાં આવેલ. ડ્રોન આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ(AI), મશીન લર્નિગ(ML)નાં સોફટવેર આધારીત પ્રોગામ મુજબ મચ્છરનાં ઉત્પતિ સ્થાનો શોધી તેની ઇમેજ કલાઉડ-બેઝ પ્લેટફોર્મ પર મોકલે છે અને તેના આધારે ગ્રાઉન્ડ ટીમો જે તે સ્થળે પહોંચી મચ્છરોનાં ઉત્પત્તિ સ્થાનો નાબુદ કરવાની કામગીરી કરે છે. સુરત મહાનગરપાલિકા દ્ધારા પહેલા તબકકામાં અલગ-અલગ ઝોનમાં તા.૦૧/૦૪/ર૦રપ થી તા.૧ર/૦૪/ર૦રપ દરમ્યાન ખાડી, ખેતર, ખુલ્લા પ્લોટો, નહેર વિસ્તારોમાં જ્યાં માનવબળ પહોચી ન શકે તેવા વિસ્તારોમાં ડ્રોન દ્વારા જંતુનાશક દવાના છંટકાવનીકામગીરી કરવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકા દ્રારા બીજા તબકકામાં તા.૦૩/૦૭/ર૦રપ નોર્થ ઝોન,નવા વરાછા ઝોન(સરથાણા),સેન્ટ્રલ ઝોન,લિંબાયત ઝોન માં ડ્રોન દ્રારા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. તેમજ બાકી ઝોનમાં પણતબકકાવાર સર્વે ની કામગીરી કરવામાં આવશે. તમામ ઝોનોમાં જે જગ્યાઓએ મેન્યુઅલી સર્વે તેમજ જંતુનાશક દવાનો છંટકાવ શકય ન હોય તેવાવિસ્તારો માં ચોમાસા દરમ્યાન ભરાતા પાણીનાં ભરાવાઓ,મેટ્રો સાઇટ બાંધકામો તેમજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ડ્રોન દ્રારા સર્વે કરી મચ્છરનાં ઉત્પતિ સ્થાનો શોધી તેની ઇમેજ કલાઉડ-બેઝ પ્લેટફોર્મ પર મોકલે છે અને તેના આધારે ગ્રાઉન્ડ ટીમો જે તે સ્થળે પહોંચી મચ્છરોનાં ઉત્પત્તિ સ્થાનો નાબુદ કરવાની કામગીરી કરે છે. ડ્રોન દ્રારા સર્વે કરેલ પાણી ભરાવાને રેડ કલર દ્રારા દર્શાવવામાં આવે છે,અત્યાર સુધી ૧૦૩૦ સંભવિત બ્રિડીગ સ્પોટ શોધી કાઢવામાં આવેલ છે,તેમાથી ગ્રાઉન્ડ ટીમ દ્રારાર૪૩ જેટલાબ્રિડીગ સ્પોટોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ છે જેને લીલા કલર દ્રારા દર્શાવવામાં આવે છે તેમજ૭પ૭સંભવિતબ્રિડીગ સ્પોટમાં કામગીરી કરવામાં આવનાર છેતે સિવાય ૨૭ સ્પોટ જે ઓરેન્જ કલર દ્રારા દર્શાવવામાં આવે છે જેમાં ગ્રાઉન્ડ ટીમ દ્રારા કામગીરી થઇ શકે તેમ નથી તેમાં ટુંક સમયમાં ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવશે.
આજ રોજ આરોગ્ય અધિકારી શ્રી ડો.પ્રદિપ ઉમરીગર સાહેબનાં માર્ગદર્શન હેઠળ વરાછા ઝોન -એનાં મગોબ વિસ્તારમાં ડ્રોન દ્રારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી જેમાં હોસ્પિટલ કમિટીનાં ચેરમેન શ્રીમતી મનિષાબેન આહિર, કોર્પોરેટર શ્રીમતી રૂપાબેન પંડયા,ના.આરોગ્ય અધિકારીશ્રી ડો.મહેન્દ્ર પટેલ,આસી. જંતુનાશક અધિકારીશ્રી જે.બી.પવાર હાજર રહયા હતા. તદ્દઉપરાંત વેસ્ટ ઝોનમાં કોર્પોરેટર શ્રી ક્રુણાલ સેલર, કોર્પોરેટર અને દંડકશ્રી ધર્મેશભાઇ વાણીયાવાલા, કોર્પોરેટર શ્રીદિવ્યાબેન,ના.આરોગ્ય અધિકારી(સર્વેલન્સ) શ્રીમતી ડો.ઘ્વની પટેલ તેમજઆસી. જંતુનાશક અધિકારીશ્રી જે.આર. પરમારની હાજરીમાં ડ્રોન દ્રારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી.



