સહકારી ક્ષેત્રનું હબ ગણાતા બારડોલીમાં અનેક સંસ્થાઓ કાર્યરત છે. જેમાં આર્થિક જીવાદોરી સમાન ધી બારડોલી સહકારી બેંક ગણાય છે. ધી બારડોલી નાગરિક સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલીના સિનિયર સિટીઝન હોલ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 હજાર થી વધુ સભાસદ ધરાવતી આ બેંક છે.
સહકારી બેંકના નવા પેટા કાયદા મુજબ ફારેગ થયાં હતાં. 10 વર્ષ થી વધુ ડિરેકટર પેદે રહેનાર RBIના નિયમો નું પાલનકરી રાજીનામાં આપ્યાં હતાં. વાર્ષિક સભામાં સાત જેટલા એજન્ડાના કામો હાથ પર લેવામાં આવ્યાં હતાં. જેમાં પેટા કાયદામાં સુધારો કરવાનો પણ મહત્વપૂર્વ ઠરાવ હતો. એજન્ડાના સાતે સાત તમામ કામો સર્વાનુમતે મંજુર કર્યા હતાં. સાથે જ વર્ષોથી બેંકમાં સેવા આપનાર ડિરેક્ટરોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સભાસદોને પ્રધાનમંત્રી સુરક્ષા કવચ વીમો વધુમાં વધુ ઉતારવા બેંક ના પ્રમુખે આહવાન કર્યું હતું. જેને પણ બહાલી આપવામાં આવી હતી.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



