રાજય સરકારે થોડા દિવસો પહેલા બારડોલી નગરપાલિકાના હદ વિસ્તરણ અંગે સુરત જિલ્લા કલેકટર અને સુરત જિલ્લા વિકાસ અધિકારી પાસે કાર્યવાહી કરાવી હતી જેની ફાઈલ મુખ્યમંત્રી સુધી પહોંચી હતી પરંતુ હવે સરકારે બારડોલી નગરપાલિકાનું હદ વિસ્તરણ કરવાનું માંડી વાળ્યું છે. જેથી બારડોલી પાસેના બાબેન, તેન, આહવા, ઈસરોલી, ધામડોદ લુંભા ઉતારા, અસ્તાન, નાંદીડા આ ગામોને બારડોલી પાલિકામાં સમાવેશ હાલ નહીં કરાય. જ્યારે બીજી તરફ રાજ્ય સરકારે કડોદરા નગરપાલિકાના હદ વિસ્તરણને મંજૂરી આપી દીધી છે એમ ગાંધીનગર લેવલે સંકળાયેલા સૂત્રોએ આધારભૂત રીતે જણાવ્યું હતું. બારડોલી નગરપાલિકા હદ વિસ્તરણનો મામલો ઘણા સમયથી લટકેલો પડ્યો છે.
સરકાર લોકોના હિતોને ધ્યાનમાં લઈને ભવિષ્યમાં સારો નિર્ણય કરશે પરંતુ હાલ બારડોલી નગરપાલિકાનું કોઈ હદ વિસ્તરણ થવાનું નથી તે ચોક્કસ વાત છે. રાજકીય સૂત્રોએ જણાવ્યું હતું બારડોલી તાલુકાના ભાજપના જ એક માજી હોદ્દેદારે સરકારના આ નિર્ણય સામે ૧૪ ઓગસ્ટે સવારે બારડોલી ધામ રોડ લૂંભા સાઈ મંદિરથી મુખ્ય સ્ટેટ હાઇવે પર મૌન રેલી કાઢીને બારડોલી પ્રાંત કચેરીએ જઈને સરકારનો વિરોધ કરશે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



