ગુજરાતના નેતાઓને સંગઠન સૃજન અભિયાન અંતર્ગત પંજાબ, ઓરિસ્સા, ઉત્તરાખંડ અને ઝારખંડમાં જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક માટે જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓને અન્ય રાજ્યોમાં AICCના પ્રભારી બનાવવામાં આવ્યા છે. હવે તેઓ બીજા રાજ્યોમાં સંગઠનને મજબૂત કરવા માટે જિલ્લા અને શહેરના પ્રમુખો માટે પસંદગી કરશે. રાજ્ય પ્રમાણે જોઈએ તો, પંજાબમાં ભરત સોલંકી, લાલજી દેસાઈ, ઉત્તરાખંડમાં જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, અમૃત ઠાકોર, ઝારખંડમાં અમી યાજ્ઞિક, અનંત પટેલ, ઈમરાન ખેડાવાલા, જ્યારે ઓડિસામાં બિમલ શાહ અને પલક વર્માને જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ નેતાઓને સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક માટે જવાબદારી સોંપાઈ છે.
દેશમાં કોંગ્રેસ પાર્ટીએ સંગઠન મજબૂત કરવા માટે વિવિધ રાજ્યોમાં ગુજરાતના નેતાઓને રાષ્ટ્રીય જવાબદારી સોંપવામાં આવી છે.દેશમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓને પંજાબ,ઓરિસ્સા, ઉત્તરાખંડ અને ઝારખંડમાં પ્રભારી બનાવાયા છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



