સુરતના પાંડેસરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સંતાનગર સોસાયટીમાં ઘરમાં ઘૂસી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. 20 થી 25 લોકોના ટોળાએ છરીથી હુમલો કર્યો હતો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. શુભમ મિશ્રા અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં કોમેન્ટ મામલે હુમલાનો દાવો કરવામાં આવ્યો છે. પાંડેસરા પોલીસે ઘટનાને લઇ તપાસ શરૂ કરી છે. પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. પાંડેસરાના સંતાનગર સોસાયટીમાં રહેતા શુભમ મિશ્રા નામના યુવક પર ઘરમાં ઘુસી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. કેટલાક અજાણ્યા લોકો દ્વારા ચાકુથી હુમલો કર્યો છે. આ બનાવમાં શુભમ મિશ્રા સહિત પરિવારના અન્ય સભ્યો પર પણ હુમલો કરવામાં આવ્યો છે. આ બનાવમાં માથા, હાથ, પગ તથા શરીરના અન્ય ભાગે ઇજાઓ પહોંચી છે.
પાંડેસરા વિસ્તારમાં મનીષ પાંડે નામના યુવક અને અન્ય 20 થી 25 લોકો ઘરમાં ઘૂસી હુમલો કર્યો છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ઈન્સ્ટાગ્રામ ઉપર કમેન્ટ કર્યા બાબતે હુમલો કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે CCTVના આધારે આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



