ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) ધ્વારા સુરતને મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ ચોક બજાર સ્ટેશન પર ડાઉનલાઈન ટનલનું બ્રેકથ્રુ સફળતા પૂર્વક પુર્ણ થવાની જાહેરાત કરતા આનંદ થાય છે.
સુરત મેટ્રો પ્રોજેક્ટ કુલ ૪૦.૩૫ કિમી લંબાઈનો છે, જેમાં બે કોરીડોરઅને કુલ ૩૮ સ્ટેશનનો સમાવેશ થાય છે.
· કોરીડોર-૧ સુરત શહેરની ઉત્તર થી દક્ષિણ દિશામાં ડ્રીમ સીટી, ડાયમંડ બુર્સ થી સરથાણા સુધી ૨૦ મેટ્રો સ્ટેશનો છે. જેની લંબાઇ આશરે ૨૧.૬૧ કિ.મી. છે.જેને ડાયમંડ કોરીડોર પણ કહેવાય છે.
· કોરીડોર-૨ સુરત શહેરનીપૂર્વ-પશ્ચિમ દિશામાં ભેંસાણ થી સારોલી સુધી ૧૮ મેટ્રો સ્ટેશનો છે. જેની લંબાઇ આશરે ૧૮.૭૪ કિ.મી. છે.જેને ટેક્સટાઇલ કોરીડોર પણ કહેવાય છે.
આ બન્નેકોરીડોરમાં મજુરા ગેટ મેટ્રો સ્ટેશન જંકશન સ્ટેશન છે. જ્યાં બન્ને કોરીડોરની મેટ્રો રેલ એકબીજાને ક્રોસ કરે છે.જ્યાંથી મુસાફર એક મેટ્રો રૂટ માંથી બીજા મેટ્રો રૂટમાં જઇ મુસાફરી કરી શકે છે. જે ખૂબ જ સુલભ અને શહેરના ચારેય દિશાના વિસ્તારોને એકબીજા સાથે જોડીને શહેરી પરિવહન વ્યવસ્થાને વધુ સુલભ બનાવે છે.
કોરીડોર-૧ માં ૧૫.૧૪ કિ.મી. વિસ્તાર એલિવેટેડ (એટલે કે રસ્તાની ઉપરથી) વાયડક્ટ છે જેમાં ૧૪ મેટ્રો સ્ટેશનોનો સમાવેશ થાય છે અને ૬.૪૭ કિ.મી.ભૂગર્ભ (અંડરગ્રાઉન્ડ) ટનલ થી મેટ્રો રેલ પસાર થાય છે. જેમાં ૬ભૂગર્ભ (અંડરગ્રાઉન્ડ) મેટ્રો સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ ભૂગર્ભ (અંડરગ્રાઉન્ડ) સ્ટેશનો (૧) ચોક બજાર, (૨) મસ્કતી હોસ્પિટલ, (૩) સુરત રેલ્વે સ્ટેશન, (૪) સેન્ટ્રલ વેરહાઉસ, (૫) લાભેશ્વર ચોક અને (૬) કાપોદ્રા ખાતે સ્થિત છે. આ કોરીડોર હીરાના વ્યાપાર માટે વિશ્વના સૌથી મોટા કોમ્પલેક્ષકે જે ડાયમંડ બુર્સ તરીકે પણ ઓળખાય છે તેમાં ડાયમંડ બુર્સના હીરાના વ્યાપાર માટેની દેશ-વિદેશની પ્રતિષ્ઠિત કંપનીઓના માલિકો અને હીરા વેપારના ઉદ્યોગપતિઓ, ઓફિસ અને ફેક્ટરીઓમાં કામ કરનારા હીરાના રત્નકલાકારો અને ઓફિસ સ્ટાફને સલામતી અને સુગમતા સાથે આધુનિક પરીવહનની વ્યવસ્થા સાથે તેમના રહેણાંકના વિસ્તારોને જોડે છે.
સુરત રેલ્વે સ્ટેશન અને કાપોદ્રા વચ્ચે અપ અને ડાઉન લાઇન બંને માટે ટનલ બનાવવાનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. આજેચોક બજાર સ્ટેશન પર ડાઉન લાઇન ટનલના કામ સીમા ચિહ્ન રૂપે પુર્ણ થયેલ છે.સમાંતર અપ લાઇન ટનલનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
સુરત શહેરના ટ્રાફિકથી ધમધમતા વાહન-વ્યવહાર અને શહેરના જૂના કોટ વિસ્તારના રહેણાંક અને વ્યાપારના મકાનો અને શહેરી પ્રજાજનોની સતત અવર-જવર વચ્ચે તેમજ શહેરની નીચે જટીલ ભૂસ્તરશાસ્ત્રીય પરિસ્થિતિઓ સાથે મેટ્રો પ્રોજેક્ટની ભૂગર્ભ (અંડરગ્રાઉન્ડ) ટનલ બનાવવી એ સૌથી પડકારજનક કામગીરી હોય છે. આ સફળતા ઉત્તર-દક્ષિણ કોરીડોર સાથે સીમલેસ કનેક્ટિવિટી (અવિરત જોડાણ) સુનિશ્ચિત કરવા, ડ્રીમ સીટી, ડાયમંડ બુર્સને કાપોદ્રા, સરથાણા વિસ્તાર સાથે જોડવા અને સુરતના પ્રજાજનો માટે આધુનિક અને કાર્યક્ષમ મેટ્રો રેલની સુવિધાનો લાભ પહોંચાડવા તરફ નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે.
સુરત મેટ્રો પ્રોજેક્ટમાં ચોક બજાર, મસ્ક્તી હોસ્પિટલઅનેસુરત રેલ્વે સ્ટેશન સુધીનાવિભાગમાં ટનલ તથા ભૂગર્ભ (અંડરગ્રાઉન્ડ) મેટ્રો સ્ટેશન બનાવવાનું કામ મેસર્સ જે.કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા આશરે રૂ.૯૪૨.૧૬ કરોડના કરાર હેઠળ હાથ ધરવામાં આવી રહ્યું છે.
આજ રોજ એક ટનલનું બ્રેકથ્રુની કામગીરી શ્રીમતી શાલીની અગ્રવાલ કમિશનર સુરત મહાનગરપાલિકા તથા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સંજય ગુપ્તા તથા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરશ્રી નરેન્દ્રકુમાર લોહિયા અને કન્સલ્ટન્ટએન્જિનિયર શ્રીદલજીત સિંહ તથા જે કુમારના પ્રોજેક્ટના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજન શર્મા ની ઉપસ્થિતિ માં સમ્પન્ન કરવામાં આવેલ છે. બે ટનલ પૈકી એક ટનલ આજરોજ પૂર્ણ કરવામાં આવેલ છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



