રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમ જ પરંપરાગત લોકસંસ્કૃતિ, આપણો કલા-
વારસો જન-જન સુધી પહોંચે એવા ઉમદા આશયથી કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-
ગાંધીનગર દ્વારા ગણપતિ ઉત્સવ દરમિયાન શ્રેષ્ઠ શ્રીગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫ નું આયોજન રાજ્યના ચાર
મહાનગરો; સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ તેમજ ૨૯ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે,
જેમાં શ્રેષ્ઠ ૩ ગણેશ પંડાલોને પુરસ્કાર આપવામાં આવશે.
પ્રથમ ક્રમના વિજેતા શ્રેષ્ઠ ગણેશ પંડાલને રૂ.પાંચ લાખ, દ્વિતીય ક્રમને રૂ.ત્રણ લાખ અને અને તૃતીય ક્રમના
ગણેશ પંડાલને રૂ. દોઢ લાખના પુરસ્કારથી સન્માનિત કરાશે. અન્ય પાંચ પંડાલોને પ્રોત્સાહન પુરસ્કાર રૂપે પ્રત્યેકને રૂ.૧
લાખ આપવામાં આવશે.
આ પ્રતિયોગિતા સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, મ્યુ. કમિશનરશ્રી શાલિની અગ્રવાલ અને પો.
કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોત, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ, જિલ્લા પોલીસ વડા શ્રી હિતેષ
જોયસરની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
મ્યુ. કમિશનરશ્રી શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરીને ચોક્ક્સ
થીમ આધારિત ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’ યોજવામાં આવશે. જેમાં મંડપ શણગાર, કલાત્મક અને
આકર્ષક સજાવટ, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી પર્યાવરણને અનુકૂળ- ઇકોફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ,
ઓપરેશન સિંદૂર, રાષ્ટ્રભાવના અને દેશભક્તિ, સ્વદેશી (વોકલ ફોર લોકલ), પંડાલની સ્થળ પસંદગી જેવી થીમને ધ્યાનમાં
લેવામાં આવશે.
ગણેશ મહોત્સવ દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’ના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને દેશભક્તિ પર આધારિત સુશોભન
તેમજ વડાપ્રધાનશ્રીના ‘સ્વદેશી’ના આહ્વાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ એમ બે થીમના આધારે શ્રેષ્ઠ રીતે
પંડાલ તૈયાર કરનાર જૂથને મૂલ્યાંકન કરી પ્રોત્સાહન આપવામાં આવશે. શહેર-જિલ્લામાં આ સ્પર્ધાના આયોજન અંતર્ગત
સુરત મહાનગરપાલિકા કક્ષાએ ‘મહાનગરપાલિકાની સ્થાનિક અમલીકરણ સમિતિ’ બનાવવામાં આવી છે, જેમાં અધ્યક્ષ
તરીકે મ્યુ. કમિશનર, સભ્ય સચિવ તરીકે જિલ્લા યુવા વિકાસ અધિકારી અને સભ્યો તરીકે જિલ્લા શિક્ષણાધિકારી, નાયબ
પોલીસ કમિશનર, શાસનાધિકારી અને એક આમંત્રિત સભ્યનો સમાવેશ કરાયો છે.
આ સ્પર્ધાનો હેતુ ગણેશોત્સવની ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવના, લોક કલાને પ્રોત્સાહિત કરવાનો છે. સુરતમાં
વર્ષોથી ગણેશોત્સવ ભવ્યતાથી મનાવવામાં આવે છે, ત્યારે શહેરના તમામ ગણેશ મંડળોને આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક
ભાગ લેવા મ્યુ. કમિશનરશ્રીએ અનુરોધ કર્યો હતો.
જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, પહેલો માળ, જુની સિવિલ કોર્ટ બિલ્ડીંગ, નાવડી ઓવારા સામે,
બહુમાળી ભવન કેમ્પસ, નાનપુરા ખાતે ગણેશ પંડાલોના પ્રતિનિધિઓ ફોર્મ મેળવીને ભરેલા ફોર્મ અહીં જમા કરાવી શકશે
રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-
૨૦૨૫’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી
શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરીને
ચોક્ક્સ થીમ આધારિત ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’ યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે.
ગણેશ મહોત્સવ દરમિયાન રાજ્યભરમાં જે પંડાલ તૈયાર કરવામાં આવે છે તેને નિયત થીમ આધારે શ્રેષ્ઠ રીતે તૈયાર કરનાર
જૂથને શહેર તથા જિલ્લા કક્ષાની અલગ અલગ ટીમો દ્વારા મૂલ્યાંકન કરી પ્રોત્સાહન આપવામાં આવશે. દેશમાં પ્રથમવાર
આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પહેલથી સ્વદેશી ચીજવસ્તુઓ પર ભાર મૂકવામાં આવશે અને ‘ઓપરેશન
સિંદૂર’ જેવી દેશભક્તિની થીમ થકી સૈન્યના મનોબળને મજબૂત કરી શકાશે.
મંત્રી શ્રી સંઘવીએ જણાવ્યું કે, આ પ્રતિયોગિતા અંતર્ગત રાજ્યભરમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલોને કુલ રૂ. ૫૨.૫૦ લાખના
રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવશે.
ચાર મહાનગરોમાં પુરસ્કાર:
- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરોમાં શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કૃત કરવામાં આવશે.
- પ્રથમ ક્રમ: ₹૫,૦૦,૦૦૦
- દ્વિતીય ક્રમ: ₹૩,૦૦,૦૦૦
- તૃતીય ક્રમ: ₹૧,૫૦,૦૦૦
૨૯ જિલ્લાઓમાં પુરસ્કાર: - ચાર મહાનગરો સિવાયના ૨૯ જિલ્લાઓમાં પણ શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કાર અપાશે.
- પ્રથમ ક્રમ: ₹૫,૦૦,૦૦૦
- દ્વિતીય ક્રમ: ₹૩,૦૦,૦૦૦
- તૃતીય ક્રમ: ₹૧,૫૦,૦૦૦
આ ઉપરાંત, પાંચ પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા પંડાલોને ₹૧,૦૦,૦૦૦/- લેખે આપવામાં આવશે.
મૂલ્યાંકન સમિતિ: - ચાર મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવશે.
- અન્ય ૨૯ જિલ્લાઓમાં કલેક્ટરના અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવશે.
સ્પર્ધામાં ભાગ લેવા માટે:
ગણેશ પંડાલના આયોજકોએ નિયત ફોર્મ દરેક જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી મેળવી, સમય
મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.
આ વર્ષની થીમ: - થીમ-૧: ‘ઓપરેશન સિંદૂર’ના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને દેશભક્તિ પર આધારિત સુશોભન.
- થીમ-૨: વડાપ્રધાનશ્રીના ‘સ્વદેશી’ના આહ્વાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે લોકજાગૃતિ ફેલાવવી.
આ પ્રતિયોગિતા દ્વારા સરકારનો ઉદ્દેશ્ય ગણેશ ઉત્સવને ધાર્મિક સુયોગ્ય વાતાવરણ પૂરું પાડવા ઉપરાંત આ ઉત્સવને
દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવાનો છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



