ઉપરોક્ત આધારભૂત માહિતીની ખરાઇ કરવા સુરત રેલ્વે સ્ટેશનથી ડિકોયરનો સહકાર મેળવી, પશ્ચિમ એક્સ્પ્રેસ રેલવે ટ્રેનમાં સુરતથી ડિકોયર કોચ નં. એસ-૨ માં ચડેલ, જે દરમ્યાન ટીકિટ ચેક કરવા માટે ટી.સી. ડિકોયરને મળેલ તે સમયે ડિકોયર પાસે જનરલ કોચની ટિકીટ હોય આરોપીએ ડિકોયરને સ્લીપર કોચની સીટ બાબતે પુછતા ડિકોયરે હા પાડતા, આરોપીએ ટીકીટ પાછળ કોચ તથા સીટ નંબર લખી આપી, ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી, પોતાની કાયદેસરની ફરજ નહી બજાવી, પોતાના આર્થિક ફાયદા માટે રૂ.૨૦૦/- ની લાંચની માગણી કરી, સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ફરીયાદી : જે.આર.ગામીત પોલીસ ઇન્સ્પેક્ટર વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે.
ડીકોયર : એક જાગૃત નાગરિક
આરોપી : અનિલ ઓમકાર કૌશલ, ઉ.વ.૩૦, હોદ્દો- ડેપ્યુટી ચીફ ટિકીટ ઇન્સ્પેક્ટર, વર્ગ-૩,
નોકરી : ડિવીઝન રેલ મેનેજર કચેરી, રતલામ, (મધ્ય પ્રદેશ), લાંચની માંગણીની રકમ : રૂ.૨૦૦ /-, લાંચ સ્વીકારેલ રકમ રૂ.૨૦૦ /-, લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૨૦૦ /-.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



