સુરત: જન્મ-મરણની નોંધણી પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનાવવાના હેતુસર હવે પછી “ઈ-ઓળખ” એપ્લીકેશનમાંથી સ્વિચ ઓવર થઇ ભારત સરકારનાં ગૃહખાતા દ્વારા અમલી બનેલ CRS (સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલ) ઉપર કરવામાં આવશે. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા સીઆરએસ પોર્ટલનો અમલ કરાવવા માટે એક તાલિમનું આયોજન રજીસ્ટ્રાર અને આરોગ્ય અધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું.જેમાં જન્મ-મરણ નોંધણી પ્રકિયા સાથે સંકળાયેલા તમામ ઝોન/વિભાગના સબ રજીસ્ટ્રાર, ડેટા એનાલીસ્ટ, આંકડામદદનીશસહિતના કર્મચારીઓને તાલિમ આપવામાં આવેલ છે.
CRS (સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલ)ની ખાસ વિશેષતા એ છે કે તેમાં નોંધણી પ્રક્રિયા વધુ ચોક્કસ અને ભૂલ રહીત બનશે તેમજ અરજદાર ધ્વારા દાખલ કરવામાં આવેલી માહિતી ચકાસણી માટે સીધી પોર્ટલ ધ્વારા જ અરજદારોને ઈ મેઇલ આઇ.ડી. ૫ર મોકલવામાં આવશે. જો કોઈ ભૂલ હોય તો અરજદાર ૨૪ કલાકની અંદર હોસ્પિટલને જાણ કરી સુધારો કરાવી શકશે. તેવી જ રીતે નોંધણી એકમોમાં નોંધાતા જન્મ કે મરણના પ્રમાણપત્ર તૈયાર થઈ ગયા બાદ અરજદારોને ઈ મેઇલ આઇ.ડી. ૫ર મોકલવામાં આવશે અને સુધારા વધારા કરવાની જરૂરિયાત જણાય તો એક તક અરજદારોને મળશે. જેનાથી ભૂલ થવાની શક્યતા નહિવત રહેશે અને જો ૨૪ કલાક દરમ્યાન અરજદાર દ્વારા કોઈ પ્રત્યુતર આપવામાં ન આવે તો ઓટોમેટીક સિસ્ટમથી જન્મ-મરણની નોંધ ઝોન લેવલે સબ રજીસ્ટ્રાર પાસે જતી રહેશે. આ ઉપરાંત નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજદાર પોતે જ CRS (સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલ) પરથી જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે ,આમઅરજદારોએ હવે જન્મ-મરણ પ્રમાણપત્રની હાર્ડ કોપી મેળવવા ઝોન કચેરીઓમાં જવાની જરૂર રહેશે નહી. અરજદારોને જન્મ-મરણ પ્રમાણપત્રની સોફટકોપી હોસ્પિટલમાંથી તેમજ અરજદારોનાં ઈ-મેઈલ આઈડી માં જ મળી રહેશે. જેનાથી જન્મ મરણ નોંધણી પ્રક્રિયા વધુ ઝડપી , સરળ અને અસરકારક બનશે.
વધુમાં, રજીસ્ટ્રાર અને આરોગ્ય અધિકારીશ્રીનાં માર્ગદર્શન મુજબ જે તે ઝોનના સબ રજીસ્ટ્રાર અને નાયબ આરોગ્ય અધિકારીશ્રીની અધ્યક્ષતા હેઠળ, ઝોન દીઠ તેઓના હદ વિસ્તારમાં આવેલ સ્મીમેર અને સિવિલ હોસ્પિટલ,સુરત મહાનગરપાલિકા સંચાલિત મેટરનીટી હોમ જેવી સરકારી અને સુરત શહેરની મુખ્ય ૩૦ થી વધુ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો તેમજ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશની કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓને સબ રજીસ્ટ્રાર અને નાયબ આરોગ્ય અધિકારી તેમજ આંકડા મદદનીશ દ્વારા જન્મ-મરણ અને મૃત જન્મની નોંધણી CRS (સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલ) પર કેવી ર્રીતે કરવી તે અંગે ટેકનીકલ અને કાયદાકીય બાબતોની વિસ્તૃત તાલીમ આપવામાં આવેલ છે. જેની ઝોન દીઠ આપવામાં આવેલ તાલીમ અંગે ની વિગત નીચે મુજબ છે.
| ક્રમ | ઝોન | તાલીમ મેળવેલ હોસ્પિટલ ની સંખ્યા |
| ૧ | સેન્ટ્રલ ઝોન | 67 |
| ૨ | સોઉંથ વેસ્ટ ઝોન | 47 |
| ૩ | વેસ્ટ ઝોન | 66 |
| ૪ | નોર્થ ઝોન | 64 |
| ૫ | ઈસ્ટ ઝોન-એ | 75 |
| ૬ | ઈસ્ટ ઝોન-બી | 54 |
| ૭ | સાઉથ ઈસ્ટ ઝોન | 52 |
| ૮ | સાઉથ ઝોન-એ | 40 |
| ૯ | સાઉથ ઝોન-બી | 20 |
| કુલ | 485 |
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



