સુરતમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો હોવાની વાત સામે આવી છે, પુણા વિસ્તારમાંથી નકલી પનીર ઝડપાયું છે અને પોલીસે 315 કિલો નકલી પનીરનો જથ્થો જપ્ત કરાયો છે, ક્રિષ્નાનગર પાસે મકાનમાંથી મળ્યું નકલી પનીર અને પનીરના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે, આ પનીર કોને આપવામાં આવતું હતુ તે દિશામાં ફૂડ એન્ડ પોલીસ વિભાગે તપાસ શરૂ કરી છે. સુરતમાં ફરી નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે, LCB ઝોન-1 પોલીસે મનપાની ટિમ સાથે રાખીને 315 કિલો પનીર ઝડપી પાડ્યું છે, પુણા ક્રિષ્ના નગર પાસે આવેલા ઘર નંબર 119 માંથી નકલી શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યો છે, પંજક ભૂત નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે અને સુરતમાં નકલી ચીજ વસ્તુની ભરમાર જોવા મળી છે, કેટલા સમયથી અને કોને પનીર વેંચતા હતા તે દિશામાં પણ તપાસ હાથધરી છે.
સુરતમાં અગાઉ પણ નકલી પનીરનો જથ્થો ઝડપાયો હોવાની વાત સામે આવી હતી, નકલી પનીરનો જથ્થો સૌથી વધારે પ્રમાણે સુરતમાંથી ઝડપાયો છે, પોલીસને બાતમી હતી અને તે બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



