
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં જોવા મળી. સિવિલ હોસ્પિટલમાં વર્ગ-4ના કર્મચારીઓએ હોસ્પિટલમાં હોબાળો કર્યો. દર્દીના સગા દ્વારા મહિલા કર્મચારીને માર મારવામાં આવ્યા બાદ હોસ્પિટલના વર્ગ-4ના કર્મચારીઓ રોષે ભરાયા. હોસ્પિટલ સત્તાધીશોને આ મામલે ન્યાયની માગ કરતા વર્ગ-4ના કર્મચારીઓ હોબાળો મચાવતા સફાઈ કામગીરી બંધ કરી. શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં એક દર્દીને ગંભીર સ્થિતિ હોવાને લઈને દાખલ કરાયો હતો. આ દર્દી ટ્રોમા સેન્ટરમાં દાખલ હતો. દરમિયાન દર્દીના સગા દ્વારા ટ્રોમા સેન્ટરમાં કામ કરનાર મહિલા સફાઈ કર્મચારી સાથે કોઈ બાબતે બબાલ થઈ હતી. દર્દીના સગાનો પિત્તો ગયો અને ચોથા વર્ગના મહિલા કર્મચારીને માર માર્યો. આ ઘટના બાદ હોસ્પિટલના તમામ સફાઈ કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો. આજે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓએ મહિલાને મારમારવાની ઘટનાને લઈને કામગીરીથી અળગા રહ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં મહિલાને માર મારવાની ઘટનાને લઈને ચોથા વર્ગના કર્મચારીઓએ પોલીસમાં ફરીયાદ કરી. તેઓએ ફરિયાદમાં કહ્યું કે ટ્રોમા સેન્ટરમાં મહિલા સફાઈ કામ કરતી હતી. ત્યારે મહિલા કર્મચારીને દર્દીના સગા દ્વારા માર મરાયો હતો. આ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ ના લેતા ચોથા વર્ગના કર્મચારીઓએ ફરિયાદ લેવાય નહિ ત્યાં સુધી પોલીસ ચોકી બહાર બેસી રહેવાની ચીમકી આપી.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNEtworkNews)



