હજીરામાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. મિત્રોએ જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બે મિત્રોએ મળીને રણજીતની હત્યા કરી હતી. મૃતકનો મોબાઇલ ચોરી લેતા ઝગડો થયો હતો. સુરતના હજીરામાં ગઈ કાલે યુવકની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં યુવકને કોઈ બોથડ પદાર્થમારી હત્યા કરવામાં આવી હતી. યુવકને હાથ પગ બાંધી હત્યા કરી અવાવરૂ જગ્યા પર ફેકી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઈ હતી. આખરે પોલીસે આ હત્યાનો ભેદ ઉકલી નાખ્યો છે. આ હત્યા મિત્રોએ મળીને બીજા મિત્રની હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
હજીરામાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. મિત્રોએ જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બે મિત્રોએ મળીને રણજીતની હત્યા કરી હતી. મૃતકનો મોબાઇલ ચોરી લેતા ઝગડો થયો હતો. મૃતક રણજીતને અવાવરું જગ્યાએ લઇ જઇ હત્યા કરી હતી. હાથ-પગ બાંધીને બોથડ પદાર્થ મારી હત્યા કરી આરોપીઓ બિહાર ભાગી ગયા હતા. પોલીસની એક ટીમ બિહાર મોકલી આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. શહેરના હજીરામાં મોબાઇલ ચોરી બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાનો અંત હત્યા સુધી પહોંચી ગયો હતો. મિત્રોએ મળીને યુવકને બાંધીને તેની હત્યા કરી નાખી અને ફરાર થયા છે. આ મામલે પોલીસે તપાસ કરતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ આદરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ બિહાર ફરાર થયા છે. સુરત પોલીસે એક ટીમ બિહાર મોકલી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



