
પંચમહાલના યાત્રાધામ પાવાગઢ મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા. નવરાત્રિ તહેવાર પહેલા જ પાવાગઢમાં માઇ ભક્તોની ભીડ જોવા મળી. વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શનના લાભ લેવા લાંબી કતારમાં ઉભા છે. પાવાગઢમાં વરસાદે વિરામ લીધો છે. છેલ્લા કેટલાક સમયમાં પાવાગઢમાં સારો વરસાદ રહેતા મંદિરની આસપાસ કુદરતી સોંદર્ય ખીલ્યું છે. વરસાદ બંધ થયો પરંતુ આજે સવારથી ધુમ્મસ ભર્યા વાતાવરણ હતું. ભક્તો ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે પણ માતાના દર્શન કરવા પહોંચ્યા છે. છેલ્લા કેટલાક દિવસ થી વરસાદે વિરામ લેતા પાવાગઢ ખાતે ભક્તોનું મહેરામણ જોવા મળ્યું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નવરાત્રિ તહેવારની તડામાર તૈયારીઓ થઈ રહી છે. માતા જગદંબાની ભક્તિના આ અનેરા અવસરને લઈને માતાના મંદિરોને પણ શણગારવામાં આવી રહ્યા છે. રાજ્યમાં અંબાજી અને પાવાગઢ મંદિર સુપ્રસિદ્ધ છે. આ બંને મંદિરોની ગણના 52 શક્તિપીઠમાં થાય છે. દર મહિનાની પૂનમ અને નવરાત્રિ તહેવારમાં આ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ રહે છે.
પાવાગઢમાં આવેલી શક્તિપીઠ મહાકાળી માતા બિરાજમાન છે. મહાકાળી મંદિરે દર્શન કરવા રોપવે સુવિધા પણ છે. પાવાગઢ ડુંગર ઉપર જવા માટે રોપ વે સુવિધાના કારણે લોકો ઝડપી મંદિરના સ્થાન પર પહોંચી શકે છે. આ મંદિરે તહેવાર અને શુભ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઊમટી પડે છે. વૃદ્ધો, વડીલો, અને નાનાં બાળકો મંદિર સુધી પહોંચવા રોપ વેની વ્યવસ્થા કરવામાં આવી છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)