
રાજકોટમાં રખડતા ઢોરને લઈને લોકોમાં ફરિયાદો વધી છે. શહેરમાં રખડતા ઢોરથી લોકો ત્રાહિમામ છે. શહેરના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શ્વાન નિરાંતે સૂઈ રહ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. એરપોર્ટમાં શ્વાનના ધામાનો વીડિયો વાયરલ થતા સુરક્ષાને લઈને લોકોમાં સવાલ ઉઠયા છે. એક શ્વાસ એરપોર્ટમાં આરામથી હરી ફરી શકે તો આતંકવાદીઓ અથવા અસમાજિક તત્વો એરપોર્ટ પર પણ સરળતાથી આવનજાવન કરી શકે છે. ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ કે જે હાઈટેક પ્રવાસી માટેનું સ્થાન કહેવાય છે. આ એરપોર્ટની હાલત અત્યારે ખખડધજ બસ સ્ટેન્ડ જેવી થઈ ગઈ છે. શહેરમાં એસટી સ્ટેન્ડની આસપાસ જેમ રખડતા ઢોર અને શ્વાન જોવા મળે છે તેવા હાલ આ એરપોર્ટના થયા છે. એક ઇન્ટરનેશન એરપોર્ટ પર આરામ ફરમાવતા રખડતા શ્વાનને જોઈ મુસાફરો પણ આશ્ચર્યચકિત થયા. કરોડો રૂપિયાનું આંધણ કરી એરપોર્ટ બનાવવામાં આવે છે. ત્યારે પ્રજાના પૈસે બનેલા આ એરપોર્ટ સુરક્ષાના નામે મીડું હોવાનું આ કિસ્સો બતાવે છે. ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં લાંબા સમયથી આધુનિક સીડી બંધ છે.
એરપોર્ટ પર રખડતા શ્વાન આ રીતે સરળતાથી પ્રવેશ કરે છે. તો એરપોર્ટ ઓથોરિટી શું ધૂળ સિકયોરીટી કરે છે. રેન્કિંગ માટે રૂપિયા 3 લાખનું આંધણ કરનાર એરપોર્ટ એથ્યોરિટી ફકત લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં અગ્રેસર હોય છે. અને જ્યારે સુરક્ષા અને સિકયોરીટીની વાતો આવે ત્યારે તમાશો જોયા કરે છે. ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આરામ ફરમાવતા શ્વાનને જોઈ દેશ વિદેશમાંથી આવતા મુસાફરો પણ નવાઈ પામી રહ્યા છે. એરપોર્ટની મામલે આ પહેલા પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સેલિબ્રિટી અને નાગરિકોએ અસુવિધાઓને લઈને સવાલો ઊભા કર્યા હતા.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)