
સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ રશ્મિન કાચવાલાએ આજે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પોલીસને ઘટનાની તપાસમાં ઉદ્યોગપતિ ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર ઉદ્યોગજગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે. તેઓ જે.પી. કાચીવાલા નામથી પોતાની એક મીલ ચલાવતા હતાં. તેમણે આ પગલું ભર્યા બાદ અનેક સવાલો ઉભા થયાં છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક રશ્મિન કાચીવાલા છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતાં. પોલીસે આ ડિપ્રેશનનું કારણ જાણવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતકનો એક પુત્ર અમેરિકા ખાતે અભ્યાસ અર્થે ગયેલો છે. પોલીસે તેમના આપઘાત પાછળ કયા કારણો જવાબદાર છે તેની તપાસનો દોર શરૂ કરી દીધો છે.
મૃતક રશમિન કાચીવાલા ખત્રી સમાજના આગેવાન હતાં. તેમના આપઘાત બાદ સમગ્ર સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સલાબત પુરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમની મીલની જવાબદારી તેમના મોટાભાઈ ધર્મેશ કાચીવાલા સાથે સંભાળતા હતા.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)




