“મેં બહુ વિનંતી કરી પણ મને ન છોડી” પાટીદાર સમાજની શિક્ષિકા દીકરીએ જીવન ટૂંકાવ્યું. એ પજવણી કરતો રહ્યો..કોઈએ ન સાંભળ્યું..અને પછી આગળ શું ખબર છે? એ હારી ગઈ..એ હારી ગઈ એ લુખ્ખા વિકૃત શૈતાનથી, હારીને મોતને વ્હાલું કરી દીધું એણે, કારણકે સહન ન થયું એનાથી, રોજની એ પજવણી, રોજનો એ માનસિક ત્રાસ..લગાવી લીધો ગળે ફાંસો એ શિક્ષિકા પાટીદાર સમાજની દીકરીએ. એણે એના પિતાને કહ્યું, એના પિતાએ અનેક રજૂઆતો કરી, એ સાઇકોના પિતા સુધી ગયા બે હાથ જોડ્યા પણ એ જ જવાબ મળ્યો કે થાય તે કરી લો એ તો એને જે કરવું હશે એ જ કરશે. કાળા કાચ વાલી ગાડીમાં આવીને એ ગોરખધંધા કરનાર એને એટલી હેરાન કરતો કે એનું ઘરની બહાર નીકળવું ભારે પડી ગયું. ક્યાં સુધી એ ઘરે બેસી રહેતી? ટૂંકાવી દીધું પોતાનું જીવન એ વિચારીને કે ભવિષ્યમાં એના માતા પિતા સમાજ સામે બદનામ થાય એના કરતા હું જ જતી રહું ભગવાન પાસે. વિચારો કેવી મનોદશા થઇ હશે એ દીકરીની. એના પરિવારની..કોના પાપે?