આજરોજ કર્ણાટકના ધારવડ જિલ્લાના નવલગુંડ શહેરના માન. ધારાસભ્ય શ્રી એન. એચ. કોનારેડ્ડી તથા ટાઉન મ્યુનિસિપલ કાઉન્સિલના ર૧ ચૂંટાયેલા કાઉન્સીલરશ્રીઓ અને અધિકારીશ્રીઓનું એક પ્રતિનિધિ મંડળ સુરત મહાનગરપાલિકાની મુલાકાત માટે આવેલ. જેઓની સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલીસરા ખાતે મીટીંગ યોજાયેલ.
આજરોજ કર્ણાટકના ધારવડ જિલ્લાના નવલગુંડ શહેરના માન. ધારાસભ્ય શ્રી એન. એચ. કોનારેડ્ડી તથા ટાઉન મ્યુનિસિપલ કાઉન્સિલના ર૧ ચૂંટાયેલા કાઉન્સીલરશ્રીઓ અને અધિકારીશ્રીઓનું એક પ્રતિનિધિ મંડળ સુરત મહાનગરપાલિકાની મુલાકાત માટે આવેલ. જેઓની સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલીસરા ખાતે મીટીંગ યોજાયેલ. સદર મિટીંગમાં ઇ.ચા.આસી. કમિશનર શ્રી પી. આર. પ્રસાદે પ્રેઝન્ટેશન મારફત સુરત મહાનગરપાલિકાનો ઇતિહાસ,ચુટાંયેલી પાંખ, સુરત શહેર અને તેની માળખાગત સુવિધાઓ, ઓકસફોર્ડ ઇકોનોમિકસ ગ્લોબલ સિટીસના રીપોર્ટ મુજબ ર૦૩૦માં ઝડપથી વિકસતા શહેરમાં સામેલ સુરત શહેર બાબત, ઇકોનોમિકલ કેપીટલ ઓફ ગુજરાત, સુરત શહેર ડાયમંડ સિટી અને ટેકસટાઇલ સિટી તરીકે ખ્યાતનામ છે. જે બાબતે, ગ્રોથ ઓફ સિટી, સુરત મહાનગરપાલિકાની ક્રમાનુસાર તથા ઝોન વાઇસ કામગીરીની વિગત, વોટર સપ્લાઇ સિસ્ટમ તથા સુરત મહાનગરપાલિકા સુએઝ ટ્રીટેડ વોટર દવારા વાર્ષિક રૂ.૧૪૦ કરોડની આવક મેળવનાર સમગ્ર ભારતમાં સુરત એક માત્ર શહેર છે જે માહિતી, તાપી શુઘ્ધીકરણ પ્રોજેકટ,ક્રીક રિમોડલેીંગ અને રીસ્ટ્રકચરીંગના કામો, પબ્લીક ટ્રાન્સપોર્ટ, રોડ અને બ્રિજોની માહિતી, પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે સાકારિત કરી ફાળવવામાં આવેલ આવાસોની માહિતી, રીન્યુએબલ સોર્સ ઓફ એનર્જી, હેરીટેજ સંરક્ષણ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, આરોગ્યની સુવિધાઓ, સાયન્સ સેન્ટર, સરથાણા નેચર પાર્ક અને ઝુ, એકવેરિયમ, ગોપી તળાવ, ગાર્ડન સહિતના મનોરંજનના સ્થળ, ડિજિટલ ગર્વનન્સ, સુરત મેટ્રો રેલ પ્રોજેકટ, સુરત હાઇ સ્પીડ રેલ કોરીડોર, તાપી રીવર બેરેજ મગદલ્લા, બાયો-ડાયર્વસિટી પ્રોજેકટ, ડુમસ-સી ફેસ ડેવલોપમેન્ટ, ડ્રીમ સિટી, સુરત મહાનગરપાલિકાનું આઇકોનિક ઓફિસ બિલ્ડીંગ સહિતના પ્રોજેકટો તથા સુરત મહાનગરપાલિકાને મળેલ વિવિધ સિઘ્ધીઓ વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી. ત્યારબાદ ઉપરોકત પ્રતિનિધિ મંડળને કોસાડ ટ્રાન્સફર સ્ટેશન, કોસાડ C&D વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ, ભીમરાડ- એર્ફો. હાઉસીંગ સુમન સ્મિત આવાસ, ભટાર પ્લાસ્ટીક વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ, ડ્રીમસીટી તેમજ બમરોલી ટર્શરી ટ્રીટમેન્ટ અને રી-યુઝ ફેશીલીટીસ પ્લાન્ટ (લીકવીડ વેસ્ટ મેનેજમેન્ટ) સ્થળ મુલાકાત લીધેલ. માન. ધારાસભ્ય શ્રી એન. એચ. કોનારેડ્ડી તથા સમગ્ર પ્રતિનિધિ મંડળ ઘ્વારા સુરત મહાનગરપાલિકાની કામગીરીની પ્રશંસા કરી તેમજ સુરત મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેકટો વિશે તથા વિકાસના કામોની સારી રીતે સમજૂતી આપી તે બદલ સુરત મહાનગરપાલિકાનો આભાર વ્યકત કર્યો અને તેઓના કાઉન્સીલરશ્રીઓને સુરત મહાનગરપાલિકાની વિવિધ માળખાગત સુવિધાઓ અંગે તેમના શહેરમાં અમલીકરણ કરાવવા બાબતની સૂચના આપી હતી.