પ્રતિનિધિત્વ, તાપ્તિ વેલી હાઇ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટર-સુરતનાં બે સ્પર્ધકો આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યા.
માહિતી બ્યૂરો:સુરત:ગુરુવાર: તા.૧૭ થી ૨૩ જુલાઈ દરમિયાન જર્મનીના રૂહરમાં FISU વર્લ્ડ
યુનિવર્સિટી ગેમ્સનું આયોજન થયું છે, જેમાં વિવિધ રમતોમાં સુરતના ૩ સ્પર્ધકો; ટેકવાન્ડોમાં
અંડર-૪૯ વજન ગ્રુપમાં સુરતની ત્વિષા કાકડિયા અને ટેબલ ટેનિસ ટીમમાં ૨૩ વર્ષીય અયાઝ
મુરાદ તેમજ ૨૦ વર્ષીય દેવર્ષ વાઘેલા ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
ટેકવાન્ડો પ્લેયર ત્વિષા છેલ્લા ૧૦ વર્ષથી સુરતમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત
(SAG)ના બિન નિવાસી ટેક્વોન્ડો એકેડમી ખાતે કોચ અમન કુમાર તથા ફિઝિયો કુલદીપ
સોનીના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યા છે. જ્યારે ટેબલ ટેનિસ ટીમ માટે પસંદગી પામેલા
ગુજરાતના બે પેડલરો પૈકી સુરતના અયાઝ મુરાદ ટીમનું નેતૃત્વ કરશે. અયાઝ અને દેવર્ષ
બંને પેડલર છેલ્લા બે વર્ષથી સુરતમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)-તાપ્તિવેલી
હાઇ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટર, તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કોચ અંકુર જોષી,
મહાવીરસિંહ કુંપાવત, અંકિતા શ્રીવાસ્તવ તથા ફીઝીયો નીરવ ખાનપરાના માર્ગદર્શન હેઠળ
તાલીમ લઈ રહ્યા છે.
માહિતી બ્યૂરો:સુરત:ગુરુવાર: તા.૧૯ અને ૨૦ જુલાઈ દરમિયાન થાઈલેન્ડ બેંગકોકમાં
યોજાનારી ૧ સ્ટિગા એશિયન ટેબલ ટેનિસ ક્લબ ચેમ્પિયનશિપ ચેલેન્જમાં ભાગ લેનારી
ભારતીય ટેબલ ટેનિસ ટીમમાં (SAG)-તાપ્તિ વેલી હાઇ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટર-સુરતના
બે ખેલાડીઓએ સ્થાન મેળવ્યું છે. મૂળ વડોદરાના ૨૦ વર્ષીય પ્રથમ મદલાની તથા મૂળ
અરવલ્લીના ૧૭ વર્ષીય જન્મેયજય પટેલ છેલ્લા બે વર્ષથી સુરતમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ
ગુજરાત (SAG)-તાપ્તિ વેલી હાઇ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટર, તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ
સ્કૂલ ખાતે કોચ અંકુર જોષી, મહાવીરસિંહ કુંપાવત, અંકિતા શ્રીવાસ્તવ તથા ફીઝીયો નિરવ
ખાનપરાના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યા છે.



