પ્રતિબંધ: ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું:
માહિતી બ્યૂરો:સુરત:ગુરુવાર: અરેઠ બૌધાન ઘલા રોડ ઉપર આવેલ મેજર બ્રિજ ૪૨ વર્ષ જુનો
છે, અને ભારે વાહનોની અવર-જવર માટે ભયજનક હોવાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય
રબારીએ એક ટ્રાફિક નિયમન અંગેના જાહેરનામા દ્વારા આ બ્રિજ પર ભારે વાહનોની અવર
જવર ઉપર પ્રતિબંધ મૂકી ભારે વાહનોના ટ્રાફિકને વૈકલ્પિક રૂટ ઉપર ડાઇવવર્ઝન આપ્યું છે. જે
અનુસાર ભારે વાહનોએ,
(૧) અરેઠ(માંડવી)થી કીમ થઈ સુરત જવા માટે અરેઠ(માંડવી)થી તડકેશ્વર – તડકેશ્વરથી કીમ
ચાર રસ્તા(NHAI), કીમ ચાર રસ્તા (NHAI) થી કામરેજ ચાર રસ્તા કામરેજ ચાર રસ્તાથી
સુરત
(૨) અરેઠ(માંડવી)થી કામરેજ થઇ સુરત જવા માટે અરેઠ (માંડવી)થી બૌધાન- બૌધાનથી
શામપુરા-શામપુરાથી દિગસ -દિગસથી કામરેજ ચાર રસ્તા- કામરેજ ચાર રસ્તાથી ઘલા
રોડ(NHAI જંકશન)
(૩) બૌધાનથી ઘલા જવા-આવવા માટે બૌધાન થી શામપુરા – શામપુરાથી દિગસ- દિગસથી
કામરેજ ચાર રસ્તા- કામરેજ ચાર રસ્તાથી ઘલા રોડ(NHAI જંકશન)
(૪) ઘલાથી માંડવી કિમ ચાર રસ્તા થઈને જવા માટે ઘલા રોડથી NHAI જંકશન- NHAI
જંકશનથી કિમ ચાર રસ્તા- કિમ ચાર રસ્તાથી તડકેશ્વર – તડકેશ્વર થી માંડવી જવાનું રહેશે. આ
જાહેરનામું તા.૧૦/૮/૨૦૨૫ સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.



