આરોગ્ય અધિકારીશ્રી, ટોબેકો કંટ્રોલ સેલ, સુરત મહાનગરપાલિકાનાં સીધા માર્ગદશન હેઠળતા.૧૮/૦૭/૨૦૨૫નાં રોજ તમાકુ નિયંત્રણ અધિનિયમ–૨૦૦૩ હેઠળ કલમ–૪, કલમ–૬(અ અને બ) અને કલમ–૭નાં ભંગ કરનાર ઈસમો સામે અસરકારક અને સખ્ત અમલીકરણ તથા તમાકુ વિરોધી લોક જાગ્રુતિથાય તે માટે તમામ ઝોનમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવેલ છે.
જે અંતગત તા.૧૮/૦૭/૨૦૨૫નાં રોજ શૈક્ષણિક સંસ્થાના ૧૦૦ મી.ના વિસ્તારમાં પ્રતિબંધિત તમાકુ કે તમાકુની બનાવટોના વેચાણ કરવા પર રાંદેર ઝોનમાં કુલ ઇસમો ૧૭ અને કુલ રુપિયા૩૪૦૦, સેન્ટ્રલ ઝોનમાં કુલ ઇસમો ૨૦ અને કુલ રુપિયા ૪૦૦૦, કતારગામ ઝોનમાંકુલ ઇસમો૧૯અ.ને કુલ રુપિયા૩૮૦૦વરાછા–એ ઝોનમાં કુલ ઇસમો ૧૯અને કુલ રુપિયા૩૮૦૦,વરાછા–બી ઝોનમાં કુલ ઇસમો ૨૦ અને કુલ રુપિયા ૪૦૦૦, ઉધના–એ ઝોનમાં કુલ ઇસમો ૨૩ અને કુલ રુપિયા૪૬૦૦, ઉધના–બી ઝોનમાં કુલ ઇસમો ૧૩ અને કુલ રુપિયા ૨૬૦૦,અઠવા ઝોનમાં કુલ ઇસમો ૧૬ અને કુલ રુપિયા ૩૨૦૦ ,લિંબાયત ઝોનમાં કુલ ઇસમો૧૪ અને કુલ રુપિયા ૨૮૦૦ સાથે સુરત મહાનગરપાલિકાનાં તમામ ઝોન મળીને કુલ ઇસમો ૧૬૧ પાસે કુલ ૩૨,૨૦૦ રુપિયાનો દંડ/ વહિવટી ખર્ચ વસૂલવામાં આવેલ છે.