બારડોલી તાલુકાના ટેન ગામમા સાંઈ મંદિર ના કમ્પાઉન્ડ માં આવેલ પાણી ની ટાંકી કે જેનાથી આખા ગામને પાણી પુરુ પાડવામા આવે છે, એ ટાંકી ની હાલત છેલ્લા કેતલાક મહિનાઓથી જર્જરીત હાલતમાં હતી અને આજે એનો બાકીનો સ્લેબ જે ટાંકી અંડર તુટી પડતા હાલત કફોડી બની છે. કબુતરો પણ એજ ટાંકીમા રહે છે તમે આ વિડીયો મા જોઈ શકો છો.અને ગામ ના લોકોને આવુજ પાણી મળતુ હતુ કેટલા સમયથી.છેલ્લા કેટલાય મહિનાઓથી ઓનલઈન અરજી કરી હોવા છતા સરકાર તરફથી કોઈ પગલા લેવામા આવ્ય નથી. આજે ગામના સરપંચ અને તલાટી મંત્રી દ્વારા એને ચેક કરાવી ત્યાનો રસ્તો બંધ કરવામા આવ્યો છે અને ગામના લોકોને પાણી નો પુરવથ્થો રોજ મળી રહે એના માટે પાણીની પાઈપની લાઈનને સીધુ કનેક્શન આપવામા આવ્યુ છે. ગામના સરપંચ રીનાબેન નુ કહેવુ એમ છે કે આગળ ઉપરી અધિકારીને અરજી કરવામા આવી છે, ત્યાંથી નિરીક્ષણ કરવામા આવશે ત્યાર બાદ આ ટાંકીનુ શું કરવાનુ એનો નિર્ણય લેવામા આવશે. હવે જોવાનુ એ રહ્યુ કે આ જર્જરીત હાલત થયેલ ટાંકી ને ક્યારે નવુ રુપ આપવામા આવે અને કેતલો સમય લાગશે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



