કલેકટર(પ્રોટોકોલ) જુહી પાંડેના અધ્યક્ષસ્થાને મળી, જૂન મહિના દરમિયાન ૯ રેડ કરીને ૩ બાળ તથા ૧૫ તરૂણ શ્રમિકોને મુક્ત કરાયાઃ
બાળ મજુરી નાબુદી અભિયાન હેઠળ સુરત ચાઈલ્ડ લેબર
જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની બેઠક નાયબ કલેકટર(પ્રોટોકોલ) જુહી પાંડેના અધ્યક્ષસ્થાને મળી
હતી.
બેઠકમાં નાયબ શ્રમ આયુકત એચ.એસ.ગામીતે જણાવ્યું કે, ગત જૂન મહિના
દરમિયાન વિવિધ વિસ્તારોની હોટેલ, રેસ્ટોરન્ટ, કેફે- ફાસ્ટફૂડ શોપ, સાડી પ્રિન્ટ કારખાનામાં
કુલ ૯ રેડ કરી ૩ બાળ તથા ૧૫ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. જે તે સંસ્થા સામે
એફ.આઈ.આર. સહિતની કામગીરીની વિગતો આપી હતી. જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા
રેસ્કયુ કરી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા પુનઃવસન કરવામાં આવ્યું છે. સમયાંતરે બાતમી તથા
અન્ય સોર્સના આધારે રેડની કાર્યવાહી કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય, શિક્ષણ, સમાજ કલ્યાણ, બાળ
સુરક્ષા યુનિટ, પોલીસ વિભાગના પ્રતિનિધિઓ, કમિટિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



