સુરતમાં ડુમસના દરિયા કિનારે કાર લઈને જવા પર પ્રતિબંધ જાહેર કરાયો છે. તે છતાંય કેટલાક લોકો દરિયામાં કાર લઈને જતા હોય છે. એક કાર દરિયામાં કાદવમાં ફસાઈ ગઈ હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ 36 કલાકે જેસીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસ પણ સક્રિય થઈ હતી અને કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ગાડીના માલિકની ધરપકડ પણ કરી હતી.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ડુમસના દરિયા કિનારે ફસાયેલી કારનો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. વીમા કંપનીને જાણ કરીને કારનો વીમો કેન્સલ કરવામાં આવશે. આવા ઈસમો બીજી વાર આ પ્રકારની પ્રવૃત્તિ ના કરે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડુમસ બીચ પર પેટ્રોલિંગના અભાવના કારણે અવારનવાર આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



