વાપી જિલ્લા SOG પોલીસે GIDC વિસ્તારમાંથી બે ઈસમોને ગાંજા સાથે ઝડપ્યા હતા. પોલીસે 6.039 કિલો ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન અને રોકડ 1235 રૂપિયા મળી કુલ 91.625 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. પકડાયેલા બંને ઈસમો મૂળ યુપીના છે જે હાલ સુરતના રહેવાસી હોવાનું જણાવાઈ રહ્યું છે. આ બે ઈસમો 60 હજારના નસીલા પદાર્થ સાથે વાપીમાં ફરતા હતા. જેની પોલીસને શંકા જતા બંને આરોપીઓને દબોચી લીધા હતા. SOGને મળેલી બાતમીના આધારે એસઓજીએ બંને આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
મૂળ યુપીના આ બે ઈસમો ગાંજાનો જથ્થો લઈ વાપી જીઆઈડીસીમાં વેચાણ અર્થે આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. આ બે ઈસમોની બાતમી એસઓજીને થતાં એસઓજીએ બંને ઈસમોની તપાસ કરીને વાપી જીઆઈડીસીમાંથી બંને આરોપીઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી વીધા હતા. પોલીસે આ બંને આરોપીઓની તપાસ કરતા તેમની પાસેથી 3 જેટલા મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. 6.039 કિલો ગાંજો, ત્રણ મોબાઈલ ફોન એને 1235 રોકડા એમ આરોપીઓ પાસેથી કુલ 91 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ દ્વારા આ બંને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસઓજી દ્વારા આ આરોપીઓની ધરપકડ કર્યા બાદ અન્ય આવા આરોપીઓ ભયભિત થયા છે. ગાંજા સાથે ઝડપાયેલા બંને આરોપીઓની હાલ પુછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસે વાપીના અન્ય વિસ્તારોમાં પણ ચક્રો ગતિમાન કર્યા છે. આવા નશીલા પદાર્થોનું વેચાણ કરનારા તેમજ સેવન કરનારાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે કડક પગલા લઈ આવા ગુના અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. પકડાયેલા બંને આરોપીઓને હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે.



