તાપી જિલ્લાના ગુણસદા જે. કે. પેપર મીલ નાં રહેણાંક વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી વન્ય પ્રાણી દીપડા ની અવર-જવર નજરે પડતાં, વન સંરક્ષક શ્રી સચીન ગુપ્તા વ્યારા વન વિભાગ તથા સોનગઢ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ચિરાગ અજરા ની સુચના તથા માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણી દીપડા ને પકડવા માટે કે.એન વણઝારા બીટ ગાર્ડ ગુણસદા દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. તે વન્ય પ્રાણી દિપડો તારીખ 18 જુલાઈ શુક્રવારનાં રોજ ગત રાત્રિ ના 10.30 કલાકે 8 થી 9 મહિના નો વન્ય પ્રાણી દિપડો સિકારની શોધમાં પાંજરે પુરાયો જેને બીટ ગાર્ડ શ્રી કે. એન. વણઝારા દ્વારા સલામત રીતે તબા હેઠળ લઈ. ખેરવાડા રેન્જ નાં જંગલ વિસ્તાર માં મુક્ત કરવામાં આવ્યો હતો.