સુરત શહેરમાં હનીટ્રેપ કરતી ગેંગોનો આતંક યથાવત રહ્યો છે. ફરી એક વાર હનીટ્રેપનો શિકાર એક રત્નકલાકાર બન્યો છે. કતારગામ પોલીસ સ્ટેશનમાં રત્નકલાકારે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. કતારગામમાં રહેતો એક રત્નકલાકાર આ હનીટ્રેપનો ભોગ બન્યો છે. આ રત્નકારને આરોપીઓએ સોશિયલ મીડિયા પર જાળમાં ફસાવ્યો હતો. હનીટ્રેપમાં ફસાવ્યા બાદ રત્નકલાકાર પર દુષ્કર્મ જેવા ગંભીર આરોપ કરીને તેની પાસેથી રૂપીયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ રત્નકલાકારે સમગ્ર ઘટનાની કતારગામ પોલીસ સ્ટેશનમાં જઈને છેતરપિંડીનો ભોગ બન્યાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે તેની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે ડીસીપી જણાવ્યું હતું કે આવી રીતે રૂપીયા પડાવતી સુરતમાં 29 જેટલી હનીટ્રેપ કરતી ગેંગ હાલ સક્રિય બની છે. જે લોકોને શિકાર બનાવીને દુષ્કર્મ જેવા કેસની ધમકી આપીને લોકો પાસેથી રૂપીયા પડાવી લે છે. આ અંગે ડીસીપી એ જણાવ્યું હતું કે આવા ગુનામાં પકડાયેલા આરોપીઓની મિલકતની તપાસ કરવામાં આવશે અને બેનામી મિલકત મળશે તો તેના વિદુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આવી ગેંગ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાના શિકારની શોઘ કરે છે અને ત્યાર પછી તેમના અંગત ફોટા અને વીડિયો લઈને તેમને ફસાવે છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNewsNetwork)



