બાતમીના આધારે દરોડો પાડતા પોલીસને નકલી ગુટકા બનાવતું કારખાનું હથ્થે ચઢ્યું હતું. જે બાબતે પોલીસે કડક કાર્યવાહી કરતાં ત્યાનો સમગ્ર મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસને ઘટનાસ્થળેથી તમાકુ, તૈયાર ગુટકા અને તેને પેક કરવાના આધુનિક મશીનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતું કે આ કારખાનામાં જાણીતી “બાગબાન” કંપનીના નામે નકલી ગુટકા બનાવવામાં આવતા હતા. તદઉપરાંત કારખાનામાંથી કબ્જે કરાયેલા તમામ ગુટકા બાગબાન કંપનીના જોવા મળ્યા હતા.
નકલી ગુટકા પેકીંગ કરવાની મશીનને પણ પાલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. આ નકલી ગુટકાઓનું વેચાણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં થતું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ નકલી ગુટકા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વેચાણ કરતા જાહેર આરોગ્યને પણ ગંભીર ખતરો હતો. ઝોન 1ની ટીમે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. આ દરોડાથી નકલી ગુટકાના વેચાણ પર મોટી લગામ કસવામાં તંત્રને મદદ મળી છે. નકલ કરવામાં મનુષ્ય હવે એવા માહિર બની ગયા છે કે અસલ સામે હોવા છતાં પણ તેમા તફાવત દેખાતો જ નથી. આવી નકલી ચીજવસ્તુઓ તેમજ ખાસ કરીને ખાદ્ય પદાર્થોનું વેચાણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. તેવામાં ઝોન 1ની ટીમે દરોડો પાડી સફળ કાર્યવાહી કરીને નકલી ગુટકા અને તમાકુ ઝડપીને કેટલાય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અટકાવવ્યા છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



