
સુરત શહેરમાં તા.૨૪/૭/૨૦૨૫ થી ૨/૮/૨૦૨૫ દરમિયાન દશામાના પર્વની ઉજવણી નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ પર્યાવરણમાં થતા પ્રદૂષણને અટકાવવા સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અન્વયે બેઠક સહિતની માટીની મૂર્તિ ૦૯(નવ) ફુટ તેમજ પી.ઓ.પી કે ફાયબરની મૂર્તિઓ ૫(પાંચ) ફુટથી વધારે ઊંચાઇની બનાવવા/ વેચવા/ સ્થાપવા/પરિવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર, (માટી તથા પી.ઓ.પી.ની મુર્તીઓનું SMC દ્વારા કૃત્રિમ રીતે બનાવેલ તળાવમાં અથવા દરિયામાં વિસર્જન કરવું), ઓવારા વાઇઝ જ્યાં કૃત્રિમ તળાવ બનાવેલ હોય તેવા ઇસ્યુ કરેલ પાસ સિવાયના અન્ય ઓવારા ઉપર વિસર્જન કરવા ઉપર, મૂર્તિઓ બનાવવાની/વેચવાની કે તેની નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ટ્રાફિકને અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવા ઉપર, સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા બનાવટ દરમ્યાન ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર, કોઇપણ
ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની વાળી મૂર્તિઓ બનાવવા/ ખરીદવા/ વેચવા અને સ્થાપના કરવા ઉપર,તહેવાર પૂર્ણ થયા બાદ તમામ બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા ઉપર, ફાયબરની મૂર્તિ વિસર્જનના દિવસે
તથા ત્યારબાદ સરઘસના રૂપે બહાર કાઢવા ઉપર, પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર વિસર્જન કરવા ઉપર, મુર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હુકમનો અમલ ૨/૮/૨૦૨૫ સુધી કરવામાં આવશે અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



