જરોજ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ ખાડી સફાઈની કામગીરી ઝુંબેશ સ્વરૂપે બહોળા સ્ટાફ અને મશીનરી સાથે હાથ ધરવામાં આવી. સદર કામગીરી અંતર્ગત અઠવા ઝોન, લિંબાયત ઝોન, ઉધના ઝોન એ, ઉધના ઝોન બી, વરાછા ઝોન એ અને વરાછા ઝોન બીમાં સીમાડા ખાડી, ઉન ખાડી,કાંકરા ખાડી, મીઠી ખાડી અને ભેદવાડખાડી પરના વિવિધ લોકેશન પર કરવામાં આવેલ કામગીરીની વિગત નીચે મુજબ છે.
અઠવા ઝોન વિસ્તારમાં (૧) ટી.પી. ૪૩, એફ. પી. ૮૧ પાસે ખાડી વાઇડનીંગની કામગીરી કરવામાં આવેલ. જેમાં તા.૧૩/૦૭/ર૦રપ ના રોજ ૪૦.૦૦ રનીંગ મીટર લંબાઇ , પહોળાઇ-૪.૦૦, તથા ઉંડાઇ -પ.પ૦ મીટર માં ખાડી ની વાઇડનીંગ કરવાની કામગીરી થયેલ હતી તથા તા.૧૪/૦૭/ર૦રપ ના રોજ સદર કામગીરી પ્રગતિ હેઠળ છે. તા.૧૪/૦૭/ર૦રપના રોજ ર.૦૦ રનીંગ મીટર લંબાઇ, પહોળાઇ -૪.૦૦ તથા ઉંડાઇ -૧.પ૦ રનીંગ મીટર પહોળાઇ માં ખાડી ની વાઇડનીંગ કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરીમાં મશીનરી જે.સી.બી.– ૧,પોકલેન મશીન–૧ વિગેરે ઉપયોગ લેવામાં આવેલ છે. સદર કામગીરીના સુપરવીઝન અને નિયંત્રણ માટે ડે.ઈજનેર-૦૧, જુની.ઇજનેર -૦૧, સુપરવાઈઝર- ૦૧ સ્થળ પર હાજર રહેલ. (૨) ભીમરાડ બમરોલી ખાડી બ્રિજ પાસે વાઇડનીંગની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં તા.૧૩/૦૭/ર૦રપ ના રોજ ૩૦.૦૦ રનીંગ મીટર લંબાઇમાં ૭.૦૦ રનીંગ મીટર પહોળાઇમાં ખાડી વાઇડનીંગ કરવાની કામગીરી થયેલ હતી તથા તા.૧૪/૦૭/ર૦રપના રોજ સદર કામગીરી પ્રગતિ હેઠળ છે. તા.૧૪/૦૭/ર૦રપના રોજ ર.૦૦ રનીંગ મીટર લંબાઇ માં તથા ૭.૦૦ રનીંગ મીટર પહોળાઇ ખાડી ની વાઇડનીંગ કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરીમાં મશીનરી જે.સી.બી.– ૧, પોકલેન મશીન–૧ હાઇવા ટ્રક-૦૧ વિગેરે ઉપયોગ લેવામાં આવેલ છે. સદર કામગીરીના સુપરવીઝન અને નિયંત્રણ માટે ડે.ઈજનેર-૦૧, આસી ઇજનેર-૦૧ , ટી.એ. -૦૧ , ઓપરેટર-૦૧, ડ્રાઇવર-૦૧ સ્થળ પર હાજર રહેલ. (૩) ભીમરાડથી સચિન મગ્દલ્લા બ્રીજ પાસે ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં ખાડી રી-એલાઇમેન્ટ ની કામગીરી કરવામાં આવેલ. જેમાં તા.૧૩/૦૭/ર૦રપ ના રોજ પ.૦૦ રનીંગ મીટર લંબાઇમાં ખાડી વાઇડનીંગ કરવાની કામગીરી થયેલ હતી તથા તા.૧૪/૦૭/ર૦રપ ના રોજ સદર કામગીરી પ્રગતી હેઠળ છે. તા.૧૪/૦૭/ર૦રપ ના રોજ ખાડીની વાઇડનીંગ કરવાની કામગીરી જે આજરોજ પ્રગતી હેઠળ છે. આ કામગીરીમાં મશીનરી પોકલેન મશીન–૧ ઉપયોગ લેવામાં આવેલ છે. સદર કામગીરીના સુપરવીઝન અને નિયંત્રણ માટે ડે.ઈજનેર-૦૧, આસી ઇજનેર-૦૧ , ટી.એ. -૦૧ , ઓપરેટર-૦૧ સ્થળ પર હાજર રહેલ.
ઉધના ઝોન એ વિસ્તારમાં ભેદવાડ ખાડી પાસે પાઈપ કલ્વર્ટને દુર કરવાની કામગીરી કરવામાં આવેલ. તા.૧૩/૦૭/ર૦રપના રોજ કલવર્ટ સુધી પહોંચવા માટે પપ રનીંગ મીટર લંબાઇમાં રોડ બનાવવાની કામગીરી થયેલ હતી. તા.૧૪/૦૭/ર૦રપ ના રોજ કલવર્ટ સુધી પહોંચવા માટે ૩ રનીંગ મીટર લંબાઇમાં રોડ બનાવવાની કામગીરી થયેલ છે. આમ કુલ પ૮ રનીંગ મીટર લંબાઇમાં રોડ બનાવવાની કામગીરી થયેલ છે તથા તા.૧૩/૦૭/ર૦રપ ના રોજ આર.સી.સી. ના ૧૮ નંગ પાઇપ પૈકી ૩ નંગ પાઇપ દુર કરેલ હતા. તા.૧૪/૦૭/ર૦રપ ના રોજ આર.સી.સી. ના ૩ નંગ પાઇપ દુર કરેલ છે. આમ કુલ ૧૮ નંગ પાઇપ પૈકી ૬ નંગ પાઇપ દુર કરવામાં આવેલ છે. (૨) તા.૧૩/૦૭/ર૦રપ ના રોજ પ૦ રનીંગ મીટર લંબાઇમાં અને ૧૮ રનીંગ મીટર પહોળાઇ પૈકી ૧ રનીંગ મીટર પહોળાઇમાં ખાડી વાઇડનીંગ કરવાની કામગીરી થયેલ હતી. તા.૧૪/૦૭/ર૦રપ ના રોજ પ૦ + ૧૪=૬૪ રનીંગ મીટર લંબાઇમાં અને ર.૦૦ રનીંગ મીટર પહોળાઇમાં ખાડી વાઇડનીંગ કરવાની કામગીરી થયેલ છે. સદર કામગીરીમાં પોકલેન મશીન– ૧, પોકલેન બ્રેકર મશીન–૧, આઈસર ટ્રક- ૦૧ વિગેરે મશીનરી તેમજ સદર કામગીરીના સુપરવીઝન અને નિયંત્રણ માટે ડે..ઈજનેર-૦૧, આસી ઇજનેર-૦૧ , સુપરવાઈઝર- ૦૧ ,ટી.એ. -૦૧ , ઓપરેટર-૦૪ , બેલદાર -૦૧ સ્થળ પર હાજર રહેલ.
ઉધના ઝોન-બી વિસ્તારમાં ટી પી સ્કીમ નંબર ૫૯( ઉન) સંજાયનગર પાસે આવેલ ઉન ખાડી પર આવેલ અવરોધ દુર કરવાની કામગીરી કરવામાં આવેલ. જેમાં ખાડીના વહેણમાં અવરોધરૂપ માટી દુર કરવાની કામગીરી ૫૦% પૂર્ણ થયેલ છે. સદર કામગીરીમાં ૦૧ પોકલેન મશીનની મદદથી કરવામાં આવેલ. સદર કામગીરીના સુપરવીઝન અને નિયંત્રણ માટે ડે..ઈજનેર-૦૧, જુ ઇજનેર-૦૧ , ટી.એ. -૦ર સ્થળ પર હાજર રહેલ.
વરાછા ઝોન–એ વિસ્તારમાં (૧) ટી.પી. ૩(કરંજ)બુટ ભવાની જંકશન (સહજાનંદ સોસાયટી)પાસે કલવર્ટ દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં ૮૪૦.૦૦ સ્કેવર ફીટ આર.સી.સી. રોડ તોડવાની કામગીરી પૂર્ણ અને આર.સી.સી. છારૂ કાઢવાની કામગીરી પગ્રતિ હેઠળ છે. સદર કામગીરીમાં પોકલેન મશીન–૧, હાઈવા – ૦૧, જે.સી.બી.–૧ વિગેરે મશીનરી તેમજ સદર કામગીરીના સુપરવીઝન અને નિયંત્રણ માટે ડે.ઇજનેર ૦૧, જુની.ઇજનેર ૦૧, ટેકનીકલ આસીસટન્ટ ૦૧, કોન્ટ્રાકટર લેબર ૧૦ વિગેરે સ્થળ પર હાજર રહેલ.
વરાછા ઝોન–બી વિસ્તારમાં (૧) તા.૧૪/૦૭/ર૦રપ ના રોજ કરવામાં આવેલ ડીમોલીશનની કામગીરી કરવામાં આવેલ. જેમાં અત્રેના નવો પૂર્વ(સરથાણા)ઝોનમાં આવેલ ટી.પી. સ્કીમ નં.ર૧ (સરથાણા-સીમાડા)માં ૬૦.૦૦ મી. નો આઇકોનીક રોડ આવેલ છે. સદરહું રસ્તા ઉપર શિવપ્લાઝા રેસીડન્સી પાસે પાસોદરા-કઠોદરા તરફથી આવતી ખાડી પસાર થાય છે જયાં ખાડી પર વર્ષો જુનો પાઇપ કલ્વર્ટ આવેલ છે. સરદહું કલ્વર્ટ જર્જરીત હાલતમાં હોય તેને સુરક્ષા કારણોસર વાહન વ્યવહાર માટે સુરત મહાનગરપાલિકા ઘ્વારા બંધ કરવામાં આવેલ. આજરોજ સદરહું કલવર્ટને અત્રેના ઝોન ઘ્વારા પોકલેન/જેસીબી મારફત તોડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
વધુમાં, સદરહું ખાડી ઉપર આગળ જતા સીમાડામાં આકાર સ્પોર્ટ કલબ પાસે વર્ષો જુનો ખાડી પુલ આવેલ છે. સદરહું ખાડી પુલ પણ ખૂબ જ જર્જરીત થઇ ગયેલ હોય તેમજ ચોમાસા દરમિયાન પુલ ઉપરથી ખાડી પ્રવાહ પસાર થતો હોય, સુરક્ષાના કારણોસર વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવેલ.સદરહું ખાડી બ્રીજને પણ આજરોજ બ્રીજ સેલના ઇજારદાર મારફત જેસીબી/પોકલેન મારફત તોડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. (૨) વાલમ નગર લો-લેઇંગ પુલ દુર કરવાની કામગીરી પૈકી પૂલ પરથી પસાર થતા ડી.જી.વી.સી.એલ ના એચ.ટી. કેબલ શીફટીંગની કામગીરી પૂર્ણ. કરવામાં આવેલ છે. તેમજ ૪પ.૦૦ ચો.મી. ડામર તોડવાની કામગીરી થયેલ છે. સદર કામગીરીમાં જે.સી.બી.બ્રેકર મશીન ૦૧, હાઈડ્રા મશીન-૦૧ વિગેરે ઉપયોગ લેવામાં આવેલ છે. સદર કામગીરીના સુપરવીઝન અને નિયંત્રણ માટે, આસી ઇજનેર-૦૧ , સુપરવાઇઝર ૦૧, ડ્રાઇવર-૦૧ ,કોન્ટ્રાકટર સુપરવાઇઝર ૦૧ , કોન્ટ્રાકટર લેબર-૦૧ સ્થળ પર હાજર રહેલ.



