આજ રોજ તા.૧૪/૦૭/૨૦૨૫ ના બપોરે ૦૨:૦૦ કલાકે મે. કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકાની અધ્યક્ષતામા સુરત ખાડીપૂર નિવારણ ખાસ સમિતિની બેઠક યોજવામાં આવેલ. જેમાં સહઅધ્યક્ષશ્રી કલેક્ટરશ્રી, સુરત તથા સદર સમિતિના સભ્યશ્રીઑ કે જેમાં કલેક્ટર કચેરી, પોલીસ વિભાગ, સિંચાઇ વિભાગ, સુડાં કચેરી, સુરત મહાનગરપાલિકા, GPCB વિગેરેના અધિકારી, WAPCOS ના પ્રતિનિધિ હાજર રહેલ. જેમાં નીચે મુજબ ચર્ચા થયેલ :
• ખાડી પૂર બાબતે લાંબા ગાળાના તથા ટૂંકા ગાળાના આયોજન માટેના ઉપાયોગ માટે લેવા જોગ પગલાંની ચર્ચા માટે જણાવવામાં આવેલ.
• સિચાઈ વિભાગને લાંબા ગાળાના આયોજન માટે ખાડીનો સર્વે કરી ડીપીઆર તૈયાર કરવા સૂચના આપવામાં આવેલ.
• ટૂંકા ગાળાના આયોજનમાં, તાકીદે કામગીરી હાથ ધરી શકાય તેવા ખાડીના વહેણમાં અવરોધરૂપ સ્ટ્રક્ચરની સુરત શહેર અને જીલ્લા વિસ્તારની વિગતો સિંચાઇ વિભાગ દ્વારા દિન-૧૦માં રજૂ કરવા જણાવવામાં આવ્યું.
• ટૂંકા ગાળાના આયોજનમાં ખાડીના વહેણને અવરોધરૂપ જે પણ બ્રિજ, કલ્વર્ટ અન્ય સ્ટ્રક્ચર, ડેબ્રિસ, દબાણ વિગેરેનો તાકીદે સર્વે કરી શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા તથા જીલ્લામાં કલેકટરશ્રી અને સિંચાઇ વિભાગ ધ્વારા કાર્યવાહી કરવાની રહે છે.
• નદી તથા કોઈપણ ખાડી, કુદરતી વહેણમાં ખાનગી વ્યક્તિ ધ્વારા કોઈપણ સ્ટ્રક્ચર કે બ્રિજ બનાવતા પહેલા સુરત મહાનગરપાલિકા અને સિંચાઇ વિભાગની સંયુક્ત મંજુરી લેવા ઠરાવવામાં આવ્યું.
• સુરત શહેર વિસ્તારની, ખાડીમાં આવતા ઉપરવાસના વરસાદી પાણીના શુધ્ધતા આધારિત વિવિધ ઉપયોગો માટે સિંચાઇ વિભાગ ધ્વારા સર્વે આધારિત વોટર મેનેજમેંટના વિકલ્પ સૂચવવા.
• સિચાઈ વિભાગ અને GPCB ધ્વારા ખાડીના પાણીમાં જે ઈન્ડસ્ટ્રીયલ ક્લસ્ટરના પાણીનો નિકાલ ખાડીમાં કરવામાં આવે છે. જે માટે સર્વે કરી રિપોર્ટ રજૂ કરવાનો રહે છે.
• BISAG પાસે અગાઉની સેટેલાઈટ ઇમેજ મેળવી, સમયાંતરે ખાડીના વહેણમાં થતાં ફેરફાર તથા પ્રેસર પોઈન્ટ નક્કી કરવા.
• સિંચાઇ વિભાગ ધ્વારા ખાડીનો સર્વે કરી, ખાડી ડ્રેજિંગ તથા ડીસીલટીંગ માટેના લોકેશન નક્કી કરી રજુ કરવા.
• જે લોકેશન પર ખાડી સાંકડી થતી હોય જ્યાં પહોળાઈ વધારવાની જરૂરિયાત હોય તે લોકેશન નક્કી કરી સિંચાઇ વિભાગ ધ્વારા રજૂ કરવા.
• GIS બેઇઝ્ડ મેપિંગ અને રીયલ ટાઇમ મોનીટરીંગ દ્વારા ડેટાબેઝ તૈયાર કરી લાંબા ગાળાનું આયોજન કરવું.



