સુરત પાલિકાના ઉધના ઝોનમાં પાંડેસરા ડી માર્ટ ખાતે સરકારી જમીન આવી છે અને કેટલાક માથાભારે તત્વોએ આ સરકારી જગ્યામાં લારી ગલ્લાના દબાણ કરી દીધા હતા અને આસપાસના લોકો તથા વાહન ચાલકો માટે આ દબાણ ન્યુસન્સ રૂપ બની ગયા હતા. આ દબાણ અંગેની અનેક ફરિયાદ બાદ પાલિકા તંત્ર દ્વારા આજે દબાણ દુર કરવા માટેની કામગીરી હાથ ધરી હતી. પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે માથા ભારે દબાણ કરનારાઓ ભેગા થઈ ગયા હતા અને પાલિકાની કામગીરીનો વિરોધ કર્યો હતો. પાલિકાની ટીમ દબાણ દુર કરવાની કામગીરી શરૂ કરે તે પહેલાં મોટું ટોળું ભેગું થઈ ગયું હતું અને પાલિકાની ટીમને ઘેરી લીધી હતી. માથાભારે દબાણ કરનારાઓએ પાલિકાની ટીમને ધક્કે ચઢાવી હતી. જોકે આવા વિરોધ છતાં પાલિકાની ટીમે લારી ઉચકવાની શરૂઆત કરી હતી. ત્યારે મહિલાઓ સહિત કેટલાક પુરુષોએ પાલિકાની ટીમ સાથે ધક્કામુક્કી કરી મારામારી શરૂ કરી દીધી હતી. જાહેર રસ્તા પર પાલિકાની ટીમ સાથે દબાણ કરનારાઓની છૂટાહાથની મારામારી જોવા મળી હતી. સ્થિતિ વણસે તે પહેલાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને મામલો ઠાળે પાડ્યો હતો.
પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવા માટે મનપાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં પહોંચી હતી. જોકે દબાણ હટાવવાની કામગીરી શરૂ થતા જ લારીધારકો અને સ્થાનિકોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જોતજોતામાં આ દબાણ હટાવવાનો વિરોધ ઘર્ષણમાં પરિણમ્યો હતો. જેમાં દબાણ હટાવવા આવેલી ટીમ સાથે બોલાચાલી થઈ હતી. જેમા સ્થાનિકો અને લારીધારકોએ દબાણ હટાવવા પહોંચેલી મનપા અને પોલીસ કર્મીઓ સાથે ઉગ્ર ઘર્ષણ જોવા મળ્યું હતું. અગાઉ પણ આ જ વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજે દબાણ હટાવવા ગયેલૂ ટીમ સાથે ઉગ્ર ઘર્ષણ થતા એવુ લાગી રહ્યું છે કે સ્થાનિકો દ્વારા વિરોધ અને ઘર્ષણના બનાવો સામાન્ય બન્યા હોય.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



