જો તમારા ઇમેઇલ બોક્સમાં એક ઇમેઇલ આવે કે તમારુ નવુ પાન કાર્ડ તૈયાર છે. અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો. તો આ મેઇલ જોઇને તમારે ઓપન કરવાની જરૂર નથી પણ એલર્ટ થવાની જરૂર છે. કારણ કે આ કોઇ સરકારી સૂચના નથી પરંતુ મોટો સ્કેમ છે. સરકારના પ્રેસ ઇનફોર્મેશન બ્યૂરો અને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા આ ઇમેઇલને ફેક ગણાવ્યો છે. આ ઇમેઇલ તમારી પ્રાઇવેટ અને નાણાકિય માહિતીઓ ચોરી શકે છે. સ્કેમમાં લોકોને એક ઇમેઇલ મોકલવામાં આવે છે જેમાં દાવો કરવામાં આવે છે કે સરકારે નવુ અપડેટેડ ઇપેન કાર્ડ લોન્ચ કર્યુ છે જેને ‘PAN 2.0’કહેવાય છે. જેમાં QR અને કેટલીક સરકારી જેવી ડિઝાઇન હોય છે જેને લિંક દ્વારા ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે. પરંતુ આ લિંક કોઇ તમે સત્તાવાર સાઇટ નહી પરંતુ ફેક સાઇટ પર લઇ જાય છે. આથી કોઇ પણ આવા ઇમેઇલમાં આપેલા લિંક કે અટેચમેન્ટ પર તપાસ કર્યા વિના ક્લિક ન કરો. જો તે લિંકનું સાઇટ એડ્રેસ .gov.inથી પૂર્ણ ન થતુ હોય તો સમજી લેવાનું આ લિંક સરકારી નથી. આથી તેનો ઓપન કરતા પહેલા ધ્યાન રાખો.
ત્યારે સવાલ એ થાય કે શું સરકારે નવુ પાન કાર્ડ જાહેર કર્યુ છે ખરા, તો ના. PAN 2.0 નામની કોઇ સેવા કે નવુ કાર્ડ લોન્ચ કરાયુ નથી. તેની કોઇ જાહેરાત પણ નથી થઇ. આથી આવા ઇમેઇલ અને મેસેજથી સાવધાન રહો. કારણ કે આ ઇમેઇલ જાણે કે અસલી હોય તેવા જ લાગે છે. તેનો લોગો, ડિઝાઇન એકદમ રિયલ જ લાગે છે. પરંતુ લિંકમાં .gov.in હોય તો જ ઓપન કરવુ નહી તો, તમે તમારી પ્રાઇવેટ માહિતી આ લિંક પર નાંખો છો તો તમારી ડિઝિટલ સુરક્ષાને ખતરો ઉભો થઇ શકે છે. પાન કાર્ડને લઇને તમારે સાચી જાણકારી જોઇએ તો www.incometax.gov.in પર જાઓ.
જો તમે આ લિંક પર ક્લિક કરી લીધુ અને ભૂલથી માહિતી ભરી દીધી હોય, તો તાત્કાલિક તમારી બેંકનો સંપર્ક કરો અને એકાઉન્ટ ફ્રીઝ કરવા કહો અથવા મોનિટર કરવા કહો. તમારા બધા પાસવર્ડ, નેટ બેંકિંગ લોગિન અને UPI પિન તાત્કાલિક બદલો. નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવો. www.cybercrime.gov.in પર ઓનલાઈન રિપોર્ટ કરો. શંકાસ્પદ ઇમેઇલ્સના સ્ક્રીનશોટ લો અને તેને ફિશિંગ/સ્પામ તરીકે રિપોર્ટ કરો.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



