વલસાડ જિલ્લામાં ખાડા રાજને લઈ ભાજપના જ નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા નજીક 848 નંબરના હાઈવે પર મસ મોટા ખાડામાં બેસીને ચક્કાજામ કરી અને સાથે જ સુત્રોચાર બોલાવીને અધિકારીઓ સામે બડાપો કાઢીને અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલ સહિત કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ, સભ્યો અને સરપંચો સહિત ગામના આગેવાનોએ રસ્તા પર ખાડામાં બેસી વિરોધ કર્યો છે.
વલસાડ જિલ્લાના કપરાડામાંથી હાઈવે નંબર 848 પર છેલ્લા દોઢ મહિનાથી ભારે વરસાદને લઈને મસ મોટા ખાડાઓ પડતા વાહન ચાલકોને વાહનોમાં થતું નુકસાન, તેમજ ગુજરાતને મહારાષ્ટ્રને જોડતો આ મહત્વનો મુખ્ય હાઈવે છે, જ્યાં ભારે વાહનોનું ભારણ વધારે હોય છે. તાલુકા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખના કહેવા પ્રમાણે આ હાઈવે ઉપર ખાડાને લઈને અનેક લોકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યા છે. લોકોએ પોતાના હાથ પગ પણ ગુમાવ્યા છે, સાથે સાથે મોટી સંખ્યામાં ભારે વાહનોના અહીં અકસ્માતો થતા હોય છે છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી અને અધિકારીઓને જ્યારે ફોન કરવામાં આવે છે, ત્યારે તેમના દ્વારા આડા જવાબો આપવામાં આવતા હોય છે, જેના કારણે આજરોજ કપરાડા ખાતે ખાડામાં બેસીને ચક્કાજામ કરીને ખુદ પ્રમુખ સહિત ગામના લોકો મોટી સંખ્યામાં વિરોધ કર્યો હતો.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે. પાર નદી પર આવેલા મોહનાકાઉચાલીથી ચિચપાડાને જોડ્તો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. જેથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. લોકોને અવર-જવર કરવા માટે પાણીમાં ઉતરવાની ફરજ પડે છે. ધરમપુર તાલુકાના 6 જેટલા લો લેવલના બ્રિજ પર સરકારે 6 મોટા બ્રિજ મંજુર કર્યા છે, જેના માટે 76.15 કરોડનો ખર્ચે કરવામાં આવશે. ધારાસભ્યની રજુઆત અને અધિકારીઓની દરખાસ્તને લઈ સરકારે બ્રિજ મંજુર કર્યા છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



