સુરતમાં લૂંટ કેસનો આરોપી આખરે પોલીસના સંકજામાં આવ્યો. પુણા પોલીસને લૂંટના આરોપી ઝડપી પાડવામાં સફળતા મળી છે. ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં ગત જૂન મહિનામાં લૂંટની ઘટના બની હતી. જેમાં આરોપી ધમકી આપી ફાયરિંગ કરી લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. આખરે મહિનાની કવાયત બાદ પૂણા પોલીસને ફરાર આરોપીને પકડવામાં સફળતા મળી. પોલીસે ફાયરિંગ વિથ લૂંટ કેસમાં દિલીપસિંહ ઉર્ફે દીપકની ધરપકડ કરી.
ગત જૂન મહિનાની 5 તારીખના રોજ પુણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લૂંટની ઘટનાનો બનાવ બન્યો હતો. પૂણાની ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં આ ઘટના બની હતી. જેમાં દિલીપસિંહ નામના ઇસમેં પોતાના સાગરીત સાથે ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીના 384 નંબરમાં ઘુસી ફાયરિંગ કર્યું હતું. દિલીપે ત્રણ કર્મચારીને ધમકી આપી નીચે બેસાડી સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. લૂંટના ઇરાદે ઘૂસેલ દિલીપે કર્મચારીઓને માર માર્યો અને ડરાવવા માટે ફાયરિંગ કર્યું. ત્યારબાદ દિલીપસિંહ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.
ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં ફાયરિંગ કરવા અને કર્મચારીઓને ધમકાવવા મામલે દિલીપ સિંહ સામે પૂણા પોલીસમાં ફરિયાદ નોંધાઈ. ફરિયાદના આધારે પોલીસે ફાયરિંગ વિથ લૂંટ કેસના આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યો. આરોપી વધુ શાતીર હોવાથી જલદી પોલીસની પકડમાં આવ્યો નહીં. આખરે પોલીસ આરોપીને પકડવા પોતાના બાતમીદારો સક્રિય કર્યા. અને માલૂમ પડ્યું કે તે બિહારના ગયા જિલ્લામાં છુપાઈ ગયો છે. આરોપીને પકડવા પોલીસ ગયા પહોંચી ગઈ. પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં વેશે પલટો કર્યો અન આખરે આરોપી દિલીપસિંહને ઝડપી પાડયો.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNEtworkNews)



