સુરત રેલવે સ્ટેશન પરથી એક શખ્સ નકલી ચલણી નોટો સાથે ઝડપાયો હતો. 1.59 લાખ રૂપિયાની 500 રૂપિયાના દરની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં ગુજરાત ATS દ્વારા આરોપી આ નોટો ક્યાંથી લાવ્યો તેની તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ATSને મુખ્ય સુત્રધાર સુધી પહોંચવામાં સફળતા મળી છે. નકલી ચલણી નોટ કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી લેવાયો છે.
ગુજરાત ATSના SP સુનિલ જોશીએ કહ્યું હતું કે, સુરતના રેલવે સ્ટેશન પરથી પકડાયેલી નકલી નોટોના કેસમાં વોન્ડેટ આરોપીને અમારી ટીમે પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો છે. ATSએ તાહિર શેખની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી છે. તેણે સુરતના દેવીલાલ તેલીને નકલી નોટો આપી હતી. આરોપી દેવીલાલે 1.59 લાખની નકલી નોટો માત્ર 59 હજાર રૂપિયામાં મેળવી હતી. આ બાબતે ગત 22 જુલાઈએ ATSમાં ગુનો નોંધાયો હતો.
સુરતના રેલવે સ્ટેશન પર આરોપી દેવીલાલ નકલી નોટો સાથે પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસને શંકા જતાં તેની ચકાસણી હાથ ધરી હતી. તપાસમાં તેની પાસેથી રુ.500ના દરની 1.59 લાખની નકલી ચલણી નોટો નીકળતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની પુછપરછમાં મુખ્ય આરોપીનું નામ જાણવા મળ્યું હતું. જેથી તેને પકડી પાડવા માટે ગુજરાત ATS દ્વારા ચક્રો ગતિમાન કરાયા હતાં. આખરે વોન્ટેડ આરોપી તાહિર શેખ પશ્ચિમ બંગાળથી ઝડપાઈ ગયો છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



