સુરત લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે.
સુરત શહેરમાં આવેલા લસકાણાના વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના પુત્ર સાથે ઝેરી દવા પીધી હતી. જેના પગલે માતાનું મોત થયું છે. જ્યારે સાત વર્ષના પુત્રને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પરિવાર પણ દોડી આવ્યો હતો. જ્યારે બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટ્લ ખાતે ખસેડાયા હતા. જ્યાં માતાનું મોત નીપજ્યું હતું.
આપઘાતનું કારણ હાલ અકબંધ છે. ઘટનાની જાણ થતાં પોલીસે પણ તપાસ શરૂ કરી છે. આખરે કયા કારણસર મહિલાએ અંતિમ પગલું ભર્યું તેને લઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને પરિવારજનોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે.