ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નેત્રંગના તાલુકા વિકાસ અધિકારી (TDO) મહંમદ સહલ ઈસ્માઈલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
મનરેગા યોજનામાં થયેલા કથિત કૌભાંડને લઈને ઘણા સમયથી તપાસ ચાલી રહી હતી. આ તપાસ દરમિયાન TDO મહંમદ સહલ ઈસ્માઈલ પટેલની સંડોવણી સામે આવતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે પોલીસે 23 જુલાઈએ TDO મહંમદ સહલ ઈસ્માઈલ પટેલની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદથી જ તેમની સામે વહીવટી કાર્યવાહી થવાની શક્યતા હતી. આખરે, તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી સરકારી યોજનાઓમાં થતી ગેરરીતિઓ સમાં કડક પગલાં લેવાનો સંદેશ આપવામાં આવ્યો છે. મનરેગા કૌભાંડની વધુ તપાસ ચાલી રહી છે અને તેમાં અન્ય કોઈ અધિકારીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.