શહેરના ગુનેગારો પર કાનુનના લાંબા હાથ સાથે સાથે પોલીસની બાજ નજર પણ ફરી રહી છે. કારણ કે રાત્રીના સમયે ઘરફોડ કરવાની તૈયારીમાં રહેલી ત્રણ અલગ અલગ ટોળકી પોતાના ગુનાહિત કાવતરાને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેને પકડીને જેલ હવાલે કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ ટીમે 112 હેલ્પલાઇન પર ફરિયાદ મળી હતી કે, શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ ક્લબ 100 એમ્પાયર બિલ્ડીંગમાં રાત્રીના સમયે ત્રણ અલગ અલગ ટોળકીઓ ઘરફોડ કરવાની તૈયારીમાં કરી રહી છે. જે ફરિયાદને આધારે PI ડી.જી. રબારીના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે ઘટનાસ્થળ પર છાપો માર્યો હતો.
આ રેડની કાર્યવાહી દરમિયાન કેટલાક આરોપીઓ ભાગીને ઇસ્કોન મંદિર તરફ દોડ્યા હતા, જેને સ્થાનિક નાગરિકોની મદદથી પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ઈસમો બિલ્ડીંગના 8મા માળ પર પાણીની ટાંકીમાં છુપાઈ ગયા હતા, પરંતુ પોલીસની સુચિત સર્ચ ઓપરેશનમાં તેઓ પણ ઝડપાઈ ગયા હતા.
આ સમગ્ર ઓપરેશનમાં કુલ 8 ઈસમો તથા 4 બાળકીશોરો પકડાયા છે. આરોપીઓમાં મુખ્યત્વે અમરોલી વિસ્તારના દેઇવીપૂજક સમાજના યુવાનોનો સમાવેશ થાય છે. પકડાયેલા ઈસમોની ઉંમર 18થી 23 વર્ષ વચ્ચે છે અને તેઓ છૂટક મજૂરી તથા ડોલ વગાડવામના વ્યવસાય સાથે જોડાયેલા છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



