| સુરત મહાનગરપાલિકાહાઈડ્રોલિકવિભાગ |
પ્રેસનોટ
કતારગામ વોટર વર્કસથી પુરો પાડવામાં આવતો પાણી પુરવઠો તા.૧૭/૦૭/૨૦૨૫, ગુરૂવારનાં રોજ સંપૂર્ણપણે બંધ/ઓછા પ્રેશરથી મળવા અંગેની અગત્યની જાહેરાત
સુરતના શહેરીજનોને સુરત મહાનગરપાલિકા ધ્વારા અપાતી તમામ સેવાઓ શ્રેષ્ઠત્તમ કક્ષાની મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા હરહંમેશ કટીબધ્ધ છે. સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ ધ્વારા નોર્થઝોન (કતારગામ) વિસ્તારમાં આવેલ કતારગામ વોટર વકર્સ ખાતે આવેલ બુસ્ટર હાઉસ- ૨ અને ૩ ની અંડરગ્રાઉન્ડ ટાંકીઓ (ભુગર્ભ ટાંકીઓ) ની સફાઈની અગત્યની કામગીરી તા.૧૭/૦૭/૨૦૨૫, ગુરૂવારનાં રોજ સવારે ૯:૩૦ કલાકેથી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે સુરત મહાનગરપાલિકાનાં નીચે દર્શાવેલ પરિશિષ્ટ-૧ મુજબના વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે તેમજ પરિશિષ્ટ-૨ મુજબના વિસ્તારોમાં પાણી પુરવઠો ઓછા પ્રેશરથી મળશે. જેની જાહેર જનતાએ નોંધ લઈ જરૂરીયાત મુજબનો પાણી પુરવઠો અગાઉથી સંગ્રહ કરી તેનો બચત પૂર્વક ઉપયોગ કરવા વિનંતી છે. નાગરીકોને પડનાર અગવડ બદલ આથી દિલગીરી વ્યકત કરવામાં આવે છે તથા નાગરીકોને સહકાર આપવા વિનંતી છે.
પરિશિષ્ટ–૧ (પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેવા બાબત)
| ઝોનનું નામ | વિસ્તાર |
| નોર્થઝોન (કતારગામ) | કતારગામ જળવિતરણ મથક:- સાંજનો સપ્લાય:– કતારગામ ઝોન વિસ્તાર, કતારગામ બાળાશ્રમ આસ પાસનો વિસ્તાર, કતારગામ ગામતળ, વેડ દરવાજા, કતારગામ દરવાજા, પંડોળ, રેલ રાહત કોલોની, ગોટાલાવાડી, રહેમત નગર, કતારગામ જી.આઈ.ડી.સી., ફુલપાડા અને સુમુલ ડેરી આસપાસના સમગ્ર વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. |
| ઇસ્ટઝોન-એ (વરાછા) | કતારગામ જળવિતરણ મથક:– બપોરનો સપ્લાય:– વરાછા વિસ્તાર અને અશ્વિની કુમાર, અશ્વિની કુમાર ફુલપાડા, પટેલ નગર, રામબાગ, ધરમનગર રોડ, વલ્લભાચાર્ય રોડ, સૂર્યપુર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ઉમિયા મંદિર આસપાસના સમગ્રવિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. |
| સાઉથઝોન (ઉધના-એ) | ઉધના (ચીકુવાડી) જળ વિતરણ મથક:- સાંજનો સપ્લાયઃ- જુના બમરોલીના અપેક્ષા નગર, હરીઓમ નગર, પુનિત નગર, દેવી દર્શન સોસાયટી, જય જવાન જય કિશાન સોસાયટી અને ગોવાલક વિસ્તારના અંબિકા નગર, આશાપુરી સોસાયટી, દેવેન્દ્ર નગર, ગણપત નગર, લક્ષ્મી નગર, કરશન નગર, હીરા નગર અને કર્મયોગી સોસાયટી વિગેરે વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. |
| સાઉથ-ઈસ્ટ ઝોન (લિંબાયત) | કિન્નરી જળ વિતરણ મથક:- સાંજનો સપ્લાયઃ- ભાઠેના-૧, ઉમિયાનગર, મગડુમનગર, સલીમનગર, પ્રકાશ એન્જીનીયરીંગની ગલી, EWS કવાર્ટ્સ, જવાહરનગર, નહેરૂનગર, લો-કાસ્ટ કોલોની, હળપતી કોલોની, નવી કોલોની, ખ્વાજા નગર, બાગબાન ગલીનો વિસ્તાર, ચીમનીનો ટેકરો, બેઠ્ઠી કોલોની, નહેરૂનગર, D—ટાઈપ ટેનામેન્ટ, ગાંધીનગર, સલીમનગર, ઈસ્લામપુરા, રઝા નગર, મીલેનીયમ માર્કેટ વિસ્તાર અને જુના ડેપોનો વિસ્તાર વિગેરે વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. |
પરિશિષ્ટ–૨ (પાણી પુરવઠો ઓછા પ્રેશરથી મળવા બાબત)
| સેન્ટ્રલઝોન | કતારગામ જળવિતરણ મથક:- સાંજનો સપ્લાય:– સેન્ટ્રલ ઝોન ઉત્તર વિભાગ વિસ્તાર, દિલ્હીગેટ થી ચોક બજાર,રાજમાર્ગથી ઉત્તર તરફના વિસ્તારમાં મહીધરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા, ધાસ્તીપુરા, શાહપોર-નાણાંવટ તથાતેની આસપાસના સમગ્ર વિસ્તારોમાં પાણી પુરવઠો ઓછા પ્રેશરથી મળશે. |
| ઇસ્ટઝોન-એ (વરાછા) | અશ્વિની કુમાર જળવિતરણ મથક:-બપોરનો સપ્લાય :- વરાછા ઝોન ઓફિસ આસપાસના સમગ્ર વિસ્તારોમાં પાણી પુરવઠો ઓછા પ્રેશરથી મળશે. |



