આજરોજ સુરતમાં મહાનગરપાલિકા વિસ્તારના અઠવા, લિંબાયત તથા ઉધના ઝોનમાં હાઇ પાવર કમિટીના અઘ્યક્ષ મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલીની અગ્રવાલ, આઇ.એ.એસ. ની તાકીદ સૂચનાથી ઝુંબેશ આદરાયું અને સીધા સુચના તથા માર્ગદર્શન હેઠળ વિવિધ ઝોનના ઝોનલ ચીફશ્રી અને કાર્યપાલક ઇજનેરશ્રીના નિરીક્ષણમાં ઝોનના બહોળા સ્ટાફ અને મશીનરી સાથે વિવિધ ખાડીઓમાં કામગીરી હાથ ધરવામાં આવી. સદર કામગીરી અંતર્ગત અઠવા ઝોન, લિંબાયત ઝોન તથા ઉધના(એ) ઝોનમાં કાંકરા ખાડી, મીઠી ખાડી અને ભેદવાડખાડી પર સાત લોકેશન પર કરવામાં આવેલ વિવિધ કામગીરીમાં જર્જરીત જુના સાંકડા પુલ દૂર કરવાની તથા ખાડીના સાંકડા થઈ ગયેલ ભાગને પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી કે જેથી ચોમાસાની ઋતુમાં પાણીનો સરળતાથી નિકાલ થઈ શકે.
સુરત મહાનગર પાલિકાના સાઉથ ઇસ્ટ (લીંબાયત) ઝોન વિસ્તારમાં આવેલ ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નંબર−૩૫ (કુંભારીયા-સરોલી-સણીયા હેમાદ-દેવધ) ના ફા.પ્લોટ નં.૨૧૯/૨ તથા ૨૨૫/૧ ની વચ્ચેથી પસાર થતી મીઠીખાડીના વહેણને અવરોધરૂપ 3૫.00 મી. લંબાઇ અને ૦૭.૦૦ મી. પોહળાઇના સેન્ટરમાં મેશનરી પીયરનો સપોટૅ ધરાવતા આર.સી.સી. બ્રીજ જે ખુબ જજૅરીત હાલતમાં હોય આજ રોજ તા.૧૩/૦૭/ર૦રપ સવારે ૯.૩૦ કલાકથી લીંબાયત ઝોન મારફત ડીમોલીશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ. આ કામગીરીમાં મશીનરી પોકલેંન લોન્ગ બૂમ બ્રેકર-૧, જેસીબી બ્રેકર-0૧, હાઈવા ગાડી-0૨, ટ્રેક્ટર-૦૩, D G SET- 0૧ ,ગેસ કટર-0૧, હેન્ડ બ્રેકર-૦૨ વિગેરે ઉપયોગ લેવામાં આવેલ છે. સદર કામગીરીના સુપરવીઝન અને નિયંત્રણ માટે ડે.ઈજનેર-૦૧, આસી.ઇજનેર-૦૩, સુપરવાઈઝર-૦૨, ટેકનીકલ આસી.-૦૪, ફાયર વિભાગ તથા વોચ એન વોડૅ વિભાગના માશૅલ સહિત કુલ-૩૬ જણાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ. સદર લોકેશન પર અવરોધરૂપ ખાડી બ્રીજનુ ડીમોલીશન કરવામાં આવતા NIRAIKJDOIGJKIOFDઉપલબ્ધ થતુ ડીમોલીશન વેસ્ટનુ ડ્રેજિંગની કામગીરી સાથોસાથ હાથ ધરવામાં આવેલ છે. NIRA
વધુમાં ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નંબર−૬૧ (પરવત-ગોડાદરા) અને ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નંબર−૬૯ (ગોડાદરા – ડીંડોલી) ની હદ પર ગોડાદરા ગામતળ અને ક્રિષ્ના પાર્ક સોસાયટી પાસેથી પસાર થતી ભેદવાડ ખાડી પર ખાડીના વહેણને અવરોધરૂપ ફેબ્રિકેશનનો બનાવેલો બ્રીજ જે ૧૦.૦૦ મી. લંબાઈ અને ૧.૦૦ મી. પહોળાઈ નો પણ આજરોજ દુર કરવામાં આવેલ છે. આ તમામ કામગીરી સાઉથ ઇસ્ટ ઝોનના ડે.મ્યુ.કમિશનરશ્રી તથા કાર્યપાલક ઈજનેરશ્રીના નેતૃત્વ હેઠળ પુર્ણ કરવામાં આવેલ છે.
સાઉથ વેસ્ટ (અઠવા) ઝોન વિસ્તારમાં સવારે ૯.૦૦ કલાક થી ખાડી સફાઇની કામગીરી ચાલુ કરવામાં આવેલ. જે અન્વયે સાઉથ વેસ્ટ (અઠવા) ઝોન વિસ્તારમાં (૧) ભીમરાડ બમરોલી(ટી.પી. ૪૩, એફ. પી.૧૮) કાંકરાખાડી પર આવેલ બમરોલી અને અલથાણ વિસ્તારને જોડતા ખાડીપુલના ડાઉન સ્ટ્રીમમાં અઠવા ઝોનની હદ તરફ ખાડી આશરે પ૦ થી ૬૦ મીટર જેટલી સાંકડી થઇ જતી હોઇ તેને પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે આ કામગીરીના સ્થળે ૧ પોકલેન મશીન તેમજ ર હાઇવા તેમજ ટ્રેકટરની મદદથી કામગીરી કરવામાં આવી રહી છે. (ર) ટી.પી.૪૩, ભીમરાડના એફ.પી.નં ૮૧ સુરત મહાનગરપાલિકાના નવનિર્મિત આવાસની બાજુમાં ખાડીની એલાઇમેન્ટમાં થયેલ ખાડી વહેણમા અવરોધરૂપ પુરાણ / નડતરોને દુર કરી ખાડી વાઇડનીગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. આ કામગીરીના સ્થળે ૧ પોકલેન મશીન તેમજ ૧ જે.સી.બી ની મદદથી કામગીરી કરવામાં આવી રહી છે. (૩) ભીમરાડ થી સચિન મગ્દલ્લા બ્રીજ પાસે ડાઉન સ્ટ્રીમ વિસ્તાર માં ખાડી રી-એલાઇમેન્ટ ની કામગીરી (ખાડીનો મીઅન્ડરીંગવાળો ભાગ) કરવા માટે આ કામગીરીના સ્થળે ૧ પોકલેન મશીન તેમજ ૧ જે.સી.બી અને ૧ હાઇવાની મદદથી કામગીરી કરવામાં આવી રહી છે. આ સઘળી કામગીરી મે.કમિશ્નરશ્રી ના માર્ગદર્શન હેઠળ સાઉથ વેસ્ટ (અઠવા) ઝોનના ઝોનલ ચીફ મા.ડે.કમિશ્નરશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી, ડેપ્યુટી. ઇજનેરશ્રી, આસી/જુની. ઇજનેર, સુપરવાઇઝર અને ટેકનીકલ આસીસ્ટન્ટ તેમજ સિકયોરીટી સ્ટાફની હાજરીમાં થઇ રહી છે.
ઉધના ઝોન એ સીટી ઇજનેરશ્રી તથા ઝોનના વિભાગીય વડા સાથેની મીટીંગમાં ખાડીની અંદરના અનઅધિકૃત દબાણો દુર કરવા આદેશ કરવામાં આવેલ. જે અન્વયે સાઉથ ઝોન–એ(ઉધના) ના વિસ્તારમાં મે.ડે.મ્યુનિ.કમિશ્નરશ્રી અને કાર્યપાલક ઇજનેરશ્રીના માર્ગદર્શન હેઠળ સાઉથ ઝોન–એ(ઉધના) વિસ્તારમાંથી પસાર થતી ભેદવાડ ખાડીની અંદર (૧) બમરોલી ગામ વિધ્નેશ્વર મહાદેવ મંદીરની સામે આવેલ વર્ષો જુના હયાત પાઇપ કલ્વર્ટને દુર કરવાની તેમજ (ર) બમરોલી પંપીગ સ્ટેશનની સામે ૪પ.૦૦મી. ના ભીમરાડ બમરોલીને જોડતા રોડ પર હયાત ભેદવાડ ખાડીની પહોળાઇ વધુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. સદર કામગીરીમાં લોંગબુમ પોકલેન મશીન–૧, પોકલેન મશીન–૧, પોકલેન બ્રેકર મશીન–૧, જે.સી.બી.–ર, ડમ્પર–ર વિગેરે મશીનરી તેમજ કુલ–૧૧ ડે.ઇજનેર/આસી.ઇજનેર/ જુની.ઇજનેર/સુપરવાઇઝર/ટેકનીકલ આસીસટન્ટ વિગેરે અધિકારી/કર્મચારીના સુપરવિઝન હેઠળ ઇજારદારો મારફત કામગીરી હાથ ધરવામાં આવેલ છે.



