લિંબાયત યુનિટમા માંથી ૧૬પ બાંધકામ સાઇટ ચેક કરતા રપ બાંધકામ સાઇટને નોટીસ આપવામાં આવતા પ્લોટ નં’૧ર૬મારૂતી નગર /૧પ૦૦,પ્લોટ નં-૩૮ છત્રપતિશિવાજી નગર/૧૦૦૦,પ્લોટ નં’૪૪ મહાપ્રભુનગર ૧૯/ર૦ /૧૦૦૦,પ્લોટ નં-૧૦ર મદનપુરા/૧૦૦૦,પ્લોટ નં-૧૮૧ મહાદેવ નગર/૧પ૦૦ સહિતનાં બાંધકામોમાં મળી કુલ ૬૦૦૦/- વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલ છે. ઉમરવાડા યુનિટમાં માંથી ૧૦ બાંધકામ સાઇટ ચેક કરતા ૧૦ બાંધકામ સાઇટને નોટીસ આપવામાં આવતા રાજહન્સ ટેક્ષ મારકેટ પ૦૦૦/-,શિવશકિત ડેવલોપર્સ, હેપ્પી બેન્ચમાર્ક,આંજણા ટેનામેન્ટ સહિતનાં બાંધકામોમાં કુલ મળી ૧૮૦૦૦/- વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલ છે. નવાગામ યુનિટમાં માંથી ૩૩ બાંધકામ ચેક કરતા વિનાયક રેસી-૩૦૦૦ સહિતનાં બાંધકામોમાં મળી કુલ ૪૩,પ૦૦ વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલ છે. ગોડાદરા યુનિટમાં માં ૧૦૪ બાંધકામ ચેક કરતા ૧૬ બાંધકામ સાઇટને નોટીસ અપાતા રામરાજય સોસા,૬ બાલાજીનગર,ર૧૭ વૃંદાવન પાર્ક,૮૬ દેવીકૃપા સોસા,ર૬ર માનસરોવર સોસા,૪૬૯ માનસરોવર સોસા,૧૬ મધુસુદન રો હાઉસ,૧૭ મધુસુદન રો હાઉસ,૧૭પ કૈલાશનગર,૩૧૬ સ્વામીનારાયણ સોસા,પ૦ શીવપાર્ક,પ૪ શીવપાર્ક,૯૮ પ્રિયંકા મેધાસીટી,૯૮ સી પ્રિયંકા મેધાસીટી,સાલાસાર મારકેટ,ર૬ રોશનીનગર બાંધકામોમાં કુલ મળી ૧,૯૮,૪૦૦/- વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલ છે.
ડ્રોન દ્દારા સર્વે કરતા ૩૧૯ પોટેનશીયલ બ્રીડીંગ સાઇટો મળી આવેલ હતી જેમાથી ર૭૮ સાઇટો પર યુનિટ લેવલની ટીમ દ્દારા બ્રીડીંગ સાઇટો શોધી નીકાલ કરવામાં આવેલ છે.તેમજ ૧૯ સાઇટ ને નોટીશ આપવામા આવેલ છે.તેમજ પ૦૦૦ વહીવટી ખર્ચ વસુલ કરવામા આવેલ છે.
માસ-જુલાઇ-ર૦રપ દરમિયાન સાઉથ ઇસ્ટ ઝોન વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા કુલ-૧૦૪ દ્વારા ડોર ટુ ડોર કુલ – ૩૦૭૯૬૩ ઘર સર્વે દરમિયાન કુલ ૮૯૪૮પ૪ સ્પોટ ચેક કરતા કુલ – ૭૭૭૧ મરછરના બ્રિડીંગ મળી આવેલ સદર ઉત્પતિ માટે જવાબદાર એવા કુલ ૭૧ર ઇસમો ને નોટીસ આપવામાં આવેલ છે.તેમજ કુલ – ૩પ ઇસમો વિરૂઘ્ધ કોર્ટ કેસની કાર્યવાહી કરવામાં આવેલ છે.તેમજ કુલ – ૧૭ર૦૦/- વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલ છે.
તેમજ કુલ ૯૪ હોસ્પિટલ,કલીનીક અને લેબોરેટરી ચેક કરતા કુલ -૦૪ સ્થળોએ મચ્છરના બંીડીગ મળી આવેલ હોય ન્યુસન્સ કરતા ચાર ઇસમોને નોટીશ આપવામાં આવેલ હતી અને ૧૦૦૦/- વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલ છે(બાબા મેમોરીયલ હોસ્પીટલ ડીંડોલી)
આથી નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે, ડેન્ગ્યુ,મેલેરિયાના ફેલાવા માટે જવાબદાર મચ્છર ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે, જેથી પાણીનાં સંગ્રહનાં વાસણો તેમજ પાણીની ટાંકીઓ હવાચુસ્ત ઢાંકણ થી બંધ રાખવી, અને પાણી સંગ્રહનાં વાસણો દર અઠવાડિયે ધોઇને સાફ કરવા, પક્ષીકુંજ, ફુલદાની, કુલર, મનીપ્લાન્ટ, વગેરેનું પાણી દર ચોથા દિવસે બદલવું. જેથી ડેન્ગ્યુ, મેલેરિયાના રોગનાં ફેલાવા માટે જવાબદાર મચ્છરોની ઉત્પત્તિ અટકાવી શકાય. તાવ આવે ત્યારે લોહીની તપાસ કરાવી તાત્કાલિક સંપુર્ણ સારવાર લેવી, તેમજ મચ્છરદાનીમાં જ સુવાનો આગ્રહ રાખવો, તથા તમારા ઘરે આવતા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કર્મચારીને પુરતો સહકાર આપવો. જેથી ડેન્ગ્યુ,મેલેરિયાના રોગને નિયંત્રણ હેઠળ રાખી શકાય.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



