ડાંગનું વઘઈ રેલવે સ્ટેશન, ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું, એક અનોખું નેરોગેજ રેલવે સ્ટેશન છે. તેનું સ્થાન, તાપી નદી અને ડાંગના પર્વતોની વચ્ચે, અદભૂત છે. બ્રિટિશ યુગની વાસ્તુકલા ધરાવતું આ સ્ટેશન, લાકડાના શેડ અને પ્લેટફોર્મ માટે જાણીતું છે. સવારે અચાનક એવી જાણકારી મળી કે, ઐતિહાસિક નેરોગેજ ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ મેસેજ મળતા જ વલસાડ અને બીલીમોરા સહિતના રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થયા હતા. સ્થાનિક તંત્ર પણ મદદ માટે તૈયાર થઇ ગયું હતું. જોકે, ઘટનાસ્થળે પહોંચ્યા બાદ જ ખબર પડી કે, આ એક વાસ્તવિક દુર્ઘટના નહોતી.
કટોકટીની પરિસ્થિતિમાં તંત્રની સજ્જતા અને પ્રતિભાવ ચકાસવા માટે આતોજિત કરવામાં આવેલી મોકડ્રિલ હતી. આ મોકડ્રિલનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે જો ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને તો રેલવે અને અન્ય સહાયક સંસ્થાઓ કેટલી ઝડપથી અને અસરકારક રીતે કામ કરી શકે છે. આ મોકડ્રિલ સફળ રહી હોવાનું જણાવીને રેલવે તંત્રે સંતોષ વ્યક્ત કર્યો છે. આવી તાલીમો દ્વારા કટોકટીના સમયે થતા નુકસાનને ઘટાડવામાં મદદ મળે છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



