વડાપ્રધાન ઉત્તરપ્રદેશના વારાણસી ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના”નો ૨૦મો હપ્તો રિલીઝ કરશે: દેશના ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ અને સંબોધન કરશે. ૨૦મા હપ્તા અંતર્ગત સુરત જિલ્લાના ખેડૂત પરિવારોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સહાય જમા થશે. સુરત ખાતે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે સન્માનિત કરાશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે આવતીકાલે રાષ્ટ્રીય કક્ષાનો “પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન દેશના ખેડૂતો સાથે સંવાદ કરીને સંબોધન કરશે તેમજ ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો ૨૦મો હપ્તો રિલીઝ કરશે. જેના ભાગરૂપે સમગ્ર રાજય સહિત આવતીકાલ તા.૦૨ ઓગસ્ટના રોજ સવારે ૧૦.૦૦ વાગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાકક્ષાનો ‘પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ’ કાર્યક્રમ યોજાશે. આ જિલ્લા કક્ષાના સમારોહમાં વડાપ્રધાનશ્રી ખેડૂતોને લાઇવ ટેલીકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કરશે. સુરતમાં ગૃહ રાજ્યમંત્રીશ્રીના હસ્તે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણ તેમજ પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે. આ અવસરે પદાધિકારીઓ-અધિકારીઓ, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



